શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની અંદર આવ્યા હતા, જરિયા સેન્ટ્રલ મસ્જિદ ઝારિયામાં છે, તે ઉત્તરી નાઈજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે
નવી દિલ્હી
ઉત્તર-પશ્ચિમ નાઈજીરીયાના કડુના રાજ્યમાં નમાઝ દરમિયાન ઝારિયા સેન્ટ્રલ મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાત નમાઝીયોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની અંદર આવ્યા હતા.
જરિયા સેન્ટ્રલ મસ્જિદ ઝારિયામાં છે. તે ઉત્તરી નાઈજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે. રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે મસ્જિદ 1830માં બનાવવામાં આવી હતી.
મસ્જિદનો એક ભાગ ધરાશાયી થતા 23 લોકો પ્રભાવિત થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા છે.
ઘટના સ્થળ પર રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે એક મોટો ખુલ્લો ભાગ નજર આવી રહ્યો છે જ્યાં છતનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દફનાવી દેવામાં આવ્યા છે.
કડુનાના ગવર્નર ઉબા સાનીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ દુર્ઘટનાને અત્યંત ગંભીર ઘટના’ ગણાવતા અસરગ્રસ્તોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમની ઓફિસે જણાવ્યું હતું કે એક અગ્રિમ ટીમ પહેલેથી જ ઝારિયામાં ઉપસ્થિત છે.