એપ્લાઈડ મિકેનિક્સના ક્ષેત્રમાં આ એવોર્ડ એ સર્વોચ્ચ સન્માન છે
મુંબઈ
જિયો ઇન્સ્ટિટ્યૂટને એ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે તેના પ્રોવોસ્ટ અને ખ્યાતનામ વિજ્ઞાની ડૉ. ગુરુસ્વામી રવિચંદ્રનના નામની અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (એએસએમઈ) દ્વારા પ્રતિષ્ઠિત 2023 ટિમોશેન્કો મેડલના પ્રાપ્તિકર્તા તરીકે પસંદગી કરાઈ છે. આ અત્યંત પ્રતિષ્ઠિત સન્માન ડૉ. રવિચંદ્રનને “એન્જિનિયરિંગ મટિરિયલ્સ અને બાયોલોજિકલ સિસ્ટમ્સના મિકેનિક્સમાં, ખાસ કરીને વિષમ મિકેનિકલ વાતાવરણમાં નોંધપાત્ર યોગદાન”ને બિરદાવતા એનાયત કરાશે.
પ્રસિદ્ધ એન્જિનિયર અને શિક્ષણવિદ્ સ્ટીફન પી. ટિમોશેન્કોની સ્મૃતિમાં 1957માં સ્થાપિત ટિમોશેન્કો મેડલ દર વર્ષે એપ્લાઇડ મિકેનિક્સના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાનને સન્માનિત કરવા એનાયત કરાય છે. એપ્લાઇડ મિકેનિક્સના ક્ષેત્રમાં આ એવોર્ડ વિશ્વભરમાં સર્વોચ્ચ સન્માન તરીકે વ્યાપક માન્યતા ધરાવે છે.
ડૉ ગુરુસ્વામી રવિચંદ્રન જિયો ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક પ્રોવોસ્ટ છે. તેઓ અત્યંત પ્રતિભાશાળી વિજ્ઞાની અને શિક્ષણવિદ્ છે જેમણે સોલિડ મિકેનિક્સ અને મટિરિયલ સાયન્સ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ એક્સપેરિમેન્ટલ મિકેનિક્સમાં, ખાસકરીને ડાયનેમિક બિહેવિયર એન્ડ ફેલ્યોર ઓફ મટિરિયલ્સ ક્ષેત્રમાં તેમની નિપૂણતા માટે પ્રખ્યાત છે. ડૉ. રવિચંદ્રનના મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ થકી મિકેનિકલ બિહેવિયરની સમજ વિસ્તૃત બની શકી અને તે નોંધપાત્ર એપ્લિકેશન્સ તરફ દોરી જતાં એન્જિનિયરિંગ પ્રેક્ટિસને પ્રભાવિત કરી છે.
“આ નોંધપાત્ર સિદ્ધિ માટે ડૉ. રવિચંદ્રનને અભિનંદન પાઠવતાનો મને ખૂબ ગર્વ છે,” તેમ જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. પલક શેઠે જણાવ્યું હતું. “શિક્ષણ અને સંશોધનમાં સર્વોત્તમતા માટે અમારી પ્રતિબદ્ધતા પાછળ ડૉ. રવિચંદ્રન એક પ્રેરક બળ તરીકે હોવા બદલ અમે ભાગ્યાશાળી છીએ. શિક્ષણ અને સમાજ પર બૃહદ રીતે નોંધપાત્ર અસર સર્જવા માટે તેમનું માર્ગદર્શન અમને સતત મળતું રહે તે માટે અમે ઉત્સુક છીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.
ડૉ. રવિચંદ્રને પોતાની કારકિર્દી દરમિયાન મિકેનિક્સ ઓફ મટિરિયલ્સ ક્ષેત્રે પ્રારંભિક સંશોધન હાથ ધર્યું છે. તેમણે હાઇસ્ટ્રેન રેટ્સ અને હાઇપ્રેશર હેઠળ મેટલ્સ, પોલિમર અને કમ્પોઝિટ્સ સહિત મટિરિયલ્સની ડાયનેમિક વર્તણૂંકને સમજવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમનું સંશોધન મટિરિયલ્સના ફેલ્યોર મિકેનિઝમ અને ડિફોર્મેશનની મહત્ત્વપૂર્ણ આંતરિક સમજ તેમજ તેમના થર્મોમિકેનિકલ ગુણધર્મોની લાક્ષણિકતા માટે નવીન ટેકનિકના વિકાસ સુધી દોરી ગયું છે. તેમણે કમ્બાઇન્ડ ઇલેક્ટ્રોમિકેનિકલ લોડિંગ હેઠળ લાર્જ-સ્ટ્રેઇન ફેરોઇલેક્ટ્રિક એક્ટ્યુએટર્સના મિકેનિક્સની તપાસ માટેની એક પદ્ધતિ તેમજ બાયોલોજિકલ સેલ-મેટ્રિક્સની ક્રિયા-પ્રતિક્રિયાના અભ્યાસ માટે આધુનિક થ્રી-ડાયમેન્શનલ ટ્રેક્શન ફોર્સ માઇક્રોસ્કોપી ટેક્નિકના વિકાસમાં પણ યોગદાન આપ્યું છે.
ડૉ. રવિચંદ્રને તેમની સ્નાતકની ડિગ્રી 1981માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ત્રિચી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં માસ્ટર્સનો અભ્યાસ તેમજ 1986માં ડોક્ટરલ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શિક્ષણ બાદ ડૉ રવિચંદ્રને શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં એક દૃષ્ટાંતરૂપ કારકિર્દીની સફર શરૂ કરી હતી.
ડૉ. રવિચંદ્રને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (કેલટેક) ખાતે એરોસ્પેસ અને મિકેનિકલ એન્જિનિયરિંગના જુનિયર પ્રોફેસર, જોન ઇ. ગુડેનું પદ સંભાળ્યું હતું. તેઓ 1990થી કેલ્ટેક ફેકલ્ટીનો હિસ્સો રહ્યા હતા, જ્યાં તેમણે અસાધારણ નેતૃત્વનું પ્રદર્શન કરતા સોલીડ મિકેનિક્સના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે 2015થી 2021 દરમિયાન ડિવિઝન ઓફ એન્જિનિયરિંગ અને એપ્લાઇડ સાયન્સ વિભાગની ઓટિસ બૂથ લીડરશીપ ચેર પર અને 2009થી 2015 દરમિયાન ગ્રેજ્યુએટ એરોસ્પેસ લેબોરેટરીઝ (GALCIT)ના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી.
તેમના સંશોધન સાહસો ઉપરાંત ડૉ. રવિચંદ્રને શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓ અને સંશોધકોને માર્ગદર્શન અને પ્રેરણા આપી છે, જેમણે પોતાની કારકિર્દીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેઓ એક શિક્ષક અને માર્ગદર્શક તરીકે ખૂબ સન્માન ધરાવે છે અને આગામી પેઢીના વિજ્ઞાનીઓ અને એન્જિનિયર્સને તૈયાર કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
ડૉ. રવિચંદ્રનના કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે બિરદાવાયું છે, અને તેમને અસંખ્ય એવોર્ડ્સ તથા પ્રશસ્તિ પ્રાપ્ત થઈ છે. તેઓ યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ તેમજ એકેડેમિયા યુરોપિયાના ચૂંટાયેલા સભ્ય છે. વર્ષ 2011માં ફ્રાન્સ પ્રજાસત્તાક દ્વારા તેમને શેવેલિયર દ લ’ઓર્દ્રે પામ્સ એકેડેમિકસ સન્માન અપાયું હતું. તેઓ વિવિધ પ્રોફેશનલ્સ સોસાયટીઝના ફેલો છે અને 2015-16 દરમિયાન સોસાયટી ફોર એક્સપેરિમેન્ટલ મિકેનિક્સ (એસઇએમ) માટે પ્રમુખ સહિત વિવિધ નેતૃત્ત્વની ભૂમિકાઓમાં સેવા આપી ચૂક્યા છે.