બે લોકોએ કોઈ રીતે છુપાઈને કે અંધારાનો લાભ લઈ પોતાનો જીવ બચાવ્યો
નવી દિલ્હી
ઉત્તરપૂર્વ દિલ્હીમાં એક જ રાતમાં ત્રણ કુખ્યાત બદમાશોએ લૂંટના ઈરાદે એક પછી એક ત્રણ અલગ અલગ જગ્યા પર હુમલા કર્યા હતા. આટલું જ બદમાશોએ ત્રણ લોકો પર ચપ્પું હુલાવ્યું હતું. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. જોકે બે લોકોએ કોઈ રીતે છુપાઈને કે અંધારાનો લાભ લઈ પોતાનો જીવ બચાવ્યો હતો.
ખરેખર દિલ્હી પોલીસને લૂંટ અને ચાકૂબાજીની ઘટનાનો પ્રથમ કૉલ રાતના 11:33 વાગ્યે આવ્યો હતો. જોકે બીજો કૉલ 12:30 વાગ્યે અને ત્રીજો કૉલ 1:02 વાગ્યે આવ્યો હતો. બદમાશોએ પ્રથમ શિકાર શેર મોહમ્મદ નામની વ્યક્તિને બનાવી હતી. બદમાશોએ તેને ચપ્પાં માર્યા પરંતુ તે ઘરની અંદર છુપાઈ ગયો અને જેનાથી તેને લૂંટી ના શકાયો.
જ્યારે તેના એક કલાક પછી બદમાશોએ ગુફરાન નામની વ્યક્તિને પીઠમાં છરો ભોંક્યો અને તેનો મોબાઈલ ઝૂંટવી લીધો. તેમાં ગુફરાન મૃત્યુ પામી ગયો. ત્યારબાદ બદમાશોએ ત્રીજો શિકાર શારિકને બનાવ્યો. બદમાશોએ શારિકના ગળામાં ચપ્પું માર્યો પણ શારિક એક ઘરમાં ઘૂસી જવામાં સફળ રહ્યો અને તેનો જીવ બચી ગયો.
પોલીસે આ ત્રણેય ઘટનાઓમાં અલગ અલગ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. ત્રણમાંથી બે આરોપી કપિલ ચૌધરી અને સોહેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે સમીર નામની ત્રીજી વ્યક્તિ હજુ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી ચપ્પું અને લૂંટેલો મોબાઈલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં જાણ થઈ કે આરોપીઓએ થોડા દિવસ પહેલાં જ બલ્લીમારાનથી ચપ્પું ખરીદયું હતું. હુમલો કરતી વખતે ત્રણેયએ દારૂ પીધેલો હતો. આરોપીઓ વિસ્તારના કુખ્યાત બદમાશ છે.