રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવી જોઈએઃ આકાશ ચોપરા

Spread the love

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા – આ પ્રકારની લાગણીનું કારણ છે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી

નવી મુંબઇ
ટીમ ઇન્ડિયાને આવતા મહિને બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. એશિયા કપ અને વર્લ્ડ કપ તેથી જ ભારતીય ટીમ એશિયા કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમવાની છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જેમ જેમ ટૂર્નામેન્ટ નજીક આવી રહ્યો છે, તેમ તેમ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ વધતો જાય છે.
આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ રોહિત શર્મા પર પ્રતિક્રિયા આપી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે, રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ભારત માટે સદી ફટકારવી જોઈએ.
મળતી માહિતી પ્રમાણે આકાશ ચોપરાએ કહ્યું કે, “જ્યારે આપણે ટોપ ત્રણ ટીમોને જોઈએ છીએ, ત્યારે એવો સવાલ થાય છે કે, આમાંથી કઇ ટીમ બેસ્ટ ટીમ છે? સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા – આ પ્રકારની લાગણીનું કારણ છે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી. રોહિતે 9800થી વધુ રન બનાવ્યા છે. તેણે 30 સદી ફટકારી છે. એટલા માટે તમે અનુમાન લગાવી શકો છો કે રોહિત મોટી ઇનિંગ્સ રમી શકે છે.
વર્લ્ડ કપનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે, “જો રોહિત 9 મેચ રમશે તો તેને 2 સદી અને તેનાથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.” તેની એવરેજ 49 ની નજીક છે અને સ્ટ્રાઈક રેટ 90 ની નજીક છે.”
વધુમાં શુભમનનો ઉલ્લેખ કરતા આકાશ ચોપરાએ કહ્યું કે, “રોહિત અને શુભમન એકબીજાના પૂરક છે. શુભમન પણ રોહિત જેવો છે. 27 મેચમાં તેની સરેરાશ 62ની નજીક છે.
મહત્વનું છેકે, રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. રોહિત શર્માએ પોતાના કરિયરમાં ભારત માટે 244 વન-ડે મેચ રમી છે. જેમાં 9837 રન ફટકાર્યા છે.
શુભમને વન-ડે ફોર્મેટમાં ઓપનર તરીકે 23 મેચ રમી છે. આ દરમિયાન 1258 રન ફટકાર્યા છે. શુભમને પણ નંબર 3 પર બેટિંગ કરી છે. તેણે આ સ્થાન પર 4 મેચ રમી છે. જેમાં 179 રન બનાવ્યા હતા. સદી પણ ફટકારી છે. શુભમનનો રોહિત સાથે ઓપનર તરીકે સારો રેકોર્ડ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *