બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા
મુંબઈ
સપ્તાહના પહેલા દિવસે આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી, સવારથી ખુલતા માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયેલો રહ્યો. દિવસના અંતે સ્ટૉક માર્કેટમાં બે મોટા ઇન્ડેક્સ બીએસએઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. દિવસના કારોબારના અંતે આજે બીએસઇનો ઇન્ડેક્સ સેન્સેક્સ 0.17 ટકા ઉપર રહી 110.09 પૉઇન્ટના ઉછાળા સાથે 64,996.60 ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે દિવસના કારોબારના અંતે એનએસઇ નિફ્ટીમાં પણ ઉછાળો આવ્યો હતો, નિફ્ટી 0.21 ટકાના વધારા સાથે 40.25 પૉઇન્ટ ઉછળ્યો અને 19,306.05 ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે બન્ને ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે આઈટી, એફએમસીજી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 29 શેરો ઉછાળા સાથે અને 21 નુકસાન સાથે બંધ થયા હતા.
આજના વેપારમાં શેરબજારમાં ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 307.89 લાખ કરોડ થઈ છે, જે તેના પ્રથમ સત્રમાં 306.74 લાખ કરોડ રૂપિયા હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 1.15 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.
આજના કારોબારમાં પાવર ગ્રીડ 2.50 ટકા, લાર્સન 2.09 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ. 1.95 લાખ કરોડ, એચડીએફસી બેન્ક 1.01 ટકા, સન ફાર્મા 0.89 ટકા, મારુતિ સુઝુકી 0.87 ટકા, એક્સિસ બેન્ક 0.68 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટકા જ્યારે રિલાયન્સ 1.11 ટકા, નેસ્લે 0.97 ટકા, એચસીએલ ટેક 0.67 ટકા, ટાઇટન કંપની 0.59 ટકા ઘટીને બંધ રહ્યા હતા.