રાજ્યના કમોસમી વરસાદથી ઘટેલા તાપમાનમાં હવે 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે
અમદાવાદ
રાજ્યમાં આજથી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદવાદમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે ગરમીની પણ આગાહી કરી છે. રાજ્યમાં ફરી તાપમાન વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના. આ કારણે આજે અને 4 જુને અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આજે અને 4 જુને ગરમીનું યેલો એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે 24 કલાક દરમિયાન તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.