બેંગલુરૂમાં લિવઈન પાર્ટનરની કૂકર ફટકારીને પ્રેમીએ હત્યા કરી

Spread the love

પોલીસે આરોપીની ધરપકડ કરી, આરોપીનું નામ વૈષ્ણવ છે અને તે કેરળના કોલ્લમનો રહેવાસી છે


બેંગલુરુ
દેશમાં લિવ-ઈન પાર્ટનરોની હત્યાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત લિવ-ઈન માં રહી રહેલી પ્રેમિકાને તેને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના બેંગલુરની છે. ત્યાં એક વ્યક્તિએ અફેરની શંકામાં પોતાની લિવ-ઈન પાર્ટનરની પ્રેશર કુકરથી હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, આરોપીએ મહિલાના માથા પર પ્રેશર કુકરથી હુમલો કર્યો ત્યારબાદ તેનું મોત થઈ ગયું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેઓ બેંગલુરુના ન્યૂ માઈકો લેઆઉટના એક મકાનમાં રહેતા હતા. આરોપીનું નામ વૈષ્ણવ છે અને તે કોરળના કોલ્લમનો રહેવાસી છે. તેઓ બંને દક્ષિણ બેંગલુરુના ભાડુના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
બેંગલુરુ પોલીસે રવિવારે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં મળેલી જાણકારી પ્રામણે વૈષ્ણવને પોતાની લિવ-ઈન પાર્ટનર દેવી પર શંકા હતી કે, તેનું કોઈક બીજ સાથે અફેર છે. શનિવારે સાંજે આ મામલે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ વૈષ્ણવે પ્રેશર કુકરથી દેવીના માથા પર હુમલો કર્યો અને તેનું માથુ ફોડી નાખ્યું. પીડિતાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી એક લોકલ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીક કામ કરતો હતો. બંને હિંદુ પરિવારથી હતા. બંનેના પરિવારને પણ બંનેના સબંધની જાણ હતી. અનેક વખત બંનેના પરિવારજનો તેમને મળવા માટે પણ આવતા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના હતા.
વૈષ્ણવ અને દેવી કોલેજ ટાઈમથી એક-બીજાના મિત્રો હતા. બંને કેરળના જ રહેવાસી હતા અને નોકરીની તલાશમાં બેંગલુરુ આવ્યા હતા. તેઓ બંને પ્રાઈવેટ કંપનીમાં કામ કરવા લાગ્યા અને એકસાથે રહેવા લાગ્યા. બંને વચ્ચે શંકા વધવાના કારણે ઝઘડો વધી ગયો હતો. ડીસીપી સાઉથ ડિવિઝને જણાવ્યું કે, આ ઘટના શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે બની હતી. આરોપી વિરુદ્ધ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *