અઝરબૈજાનની સેનાએ 2 સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર તોપો વડે ફાયરિંગ કર્યુ, ચાર સૈનિક મર્યાનો આર્મેનિયાનો દાવો
મોસ્કો
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે અને તેના કારણે યુરોપના દેશો ચિંતામાં છે.
આર્મેનિયાની સરકારે અઝરબૈજાન પર આરોપ મુકતા કહ્યુ છે કે, અઝરબૈજાનની સેનાએ 2 સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર તોપો વડે ફાયરિંગ કર્યુ હતુ. આ પહેલા અઝરબૈજાને આરોપ મુકયો હતો કે, આર્મેનિયાએ અમારા વિસ્તારમાં ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી છે. અઝરબૈજાને જવાબમાં તુર્કી પાસેથી ખરીદેલા ડ્રોન વડે આર્મેનિયા પર હુમલો પણ કર્યો હતો.
આર્મેનિયાની સરકારના કહેવા અનુસાર બોર્ડર પર થયેલા ફાયરિંગના કારણે અમારા ચાર સૈનિકો માર્યા ગયા છે તો બીજી તરફ અઝરબૈજાને આર્મેનિયાના આરોપ ફગાવી દઈને કહ્યુ છે કે, આર્મેનિયાના હુમલાના કારણે અમારો એક સૈનિક ઘાયલ થયો છે.
જોકે સામસામે આક્ષેપો અને ફાયરિંગ વચ્ચે બંને દેશો વચ્ચેનો તણાવ વધી ચુકયો છે. એક તણખો પણ બંને દેશો વચ્ચે યુધ્ધનો ભડકો કરવા માટે કાપી છે. બંને દેશની સેનાઓની બોર્ડર પર જંગી તૈનાતી થઈ ચુકી છે. 2020માં જ બંને દેશો વચ્ચે નાર્ગોનો કારાખાબને લઈને ત્રણ મહિના સુધી ચુધ્ધ ચાલ્યુ હતુ અને એ પછી રશિયાની મધ્યસ્થીના કારણે યુધ્ધ વિરામ થયો હતો.
રશિયાએ તેના ભાગરૂપે બંને દેશોની બોર્ડર પર પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા.