વિક્રમ લેન્ડરે ઊડાન સાથે સ્થાન બદલ્યું, ચંદ્ર પર માનવ મિશનની આશા

Spread the love

આ પ્રયોગે ભવિષ્યમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પરત લાવવા અને ચંદ્ર પર sમાનવ મિશનની મોકલવાની આશાઓ વધારી


નવી દિલ્હી
ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ઈસરોનો વધુ એક પ્રયોગ સફળ રહ્યો છે, વિક્રમ લેન્ડરે ફરી ઉડાન ભરી ચંદ્રની સપાટી પર ફરી સોફ્ટ-લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના એન્જીન સ્ટાર્ટ કર્યા હતા અને લેન્ડરે ઉડાન ભરીને જગ્યા બદલી હતી. ઈસરોએ કહ્યું, “વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યોને પાર કરી લીધા છે અને તેણે ‘હોપ એક્સપેરિમેન્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.” ઈસરોએ આ ઉડાનનો વિડીયો પણ શેર કર્યો છે.

ઈસરોએ જણાવ્યું કે, “કમાન્ડ મળતાં જ, વિક્રમે એન્જીનને ફાયર કર્યા, અનુમાન મુજબ પોતાને ચંદ્રની સપાટીથી લગભગ 40 સેમી જેટલી ઉપર ઉઠાવી અને 30-40 સેમીના અંતરે સુરક્ષિત રીતે લેન્ડીંગ કર્યું હતું.”

ચંદ્ર પર ફરી એકવાર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ પર, ઈસરોએ કહ્યું કે આ પ્રયોગ ભવિષ્યમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પરત લાવવા અને ચંદ્ર પર sમાનવ મિશનની મોકલવાની આશાઓ વધારી છે.

અગાઉ શનિવારે ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તે સ્લીપ મોડ સ્થિતિમાં છે. હાલમાં રોવરની બેટરીઓ સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ છે અને તેની સૌર પેનલો 22 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્ર પર આગામી સૂર્યોદય સમયે પ્રકાશ મેળવવા માટે તૈયાર છે.
ઈસરોએ 23 ઓગસ્ટેએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રના એવા રહસ્યો ખોલ્યા કે જેને આખું વિશ્વ જોતું રહ્યું. હાલ ઈસરોએ ચંદ્રયાન-3ને લઇ વધુ એક વિડીયો રજૂ કર્યો છે. જેમાં તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, વિક્રમનું ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થયું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મિશનના ઉદ્દેશ્યોથી સતત આગળ કામ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડરે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર આવ્યું. વિક્રમ લેન્ડરે ફરીથી 30 થી 40 સે.મી.ના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.
ઈસરોના કમાન આપ્યા બાદ વિક્રમ લેન્ડરનું એન્જિન ચાલુ થયું ત્યારબાદ તે હવામાં 40 સેન્ટિમીટર ઉપર ઉડ્યું. આ પછી તેણે પોતાની જગ્યાએથી 30-40 મીટર દૂર નવી જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભવિષ્યમાં સૈમ્પલ રિટર્ન એટલે કે ચંદ્રની સપાટી પરથી સૈમ્પલ પરત લાવવા માટેનું મિશન અને માનવ મિશન સફળ થઈ શકે છે.
ઈસરોએ નવી માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં વિક્રમ લેન્ડરના તમામ પાર્ટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ જમ્પ પહેલા, વિક્રમ લેન્ડરના રેમ્પ, ચાએસટીઈ અને ઈલ્સા પેલોડ્સ બંધ કરવામાં આવ્યા હતા. સોફ્ટ લેન્ડિંગ બાદ તેને ફરીથી ચાલુ કરાયા હતા. આ પહેલા ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર એવી જગ્યા પર લાવીને સ્લીપ મોડમાં મુકવામાં આવ્યું હતું, ચંદ્ર પર ફરી દિવસ થતા તેને સૌર ઉર્જા મળશે, ત્યારબાદ તે ફરી તેનું કામ શરુ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *