વીડિયોમાં ભારતીય ખેલાડીઓ પડોસી દેશના ખેલાડીઓ સાથે ડ્રેસિંગરૂમમાં હાથ મિલાવતા અને મેડલ પહેરાવતા પણ જોવા મળી રહ્યા છે
પલ્લેકેલે
એશિયા કપ 2023માં ગઈકાલે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાયેલી મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમે 230 રન બનાવ્યા હતા. ત્યારબાદ વરસાદના કારણે અટકાયેલી મેચમાં ભારતે 20.1 ઓવરમાં 147 રન બનાવી જીત મેળવી હતી. રોહિત શર્માને 74 રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નેપાળી ખેલાડીઓનું પણ સમ્માન કર્યું હતું જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ભારતીય ખેલાડીઓ પડોસી દેશના ખેલાડીઓ સાથે ડ્રેસિંગરૂમમાં હાથ મિલાવતા અને મેડલ પહેરાવતા પણ જોવા મળી રહ્યા છે. ભારતીય સ્ટાર પ્લેયર્સ પાસેથી આવો સન્માન પામીને નેપાળના ખેલાડી ખુબ ખુશ થયા હતા. આ વીડિયોને ક્રિકેટ ફેન્સ પણ ખુબ પસંદ કરી રહ્યા છે.
ગઈકાલે થયેલી મેચની વાત કરીએ તો રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. ગઈકાલે નેપાળ સામે મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સુપર-4 રાઉન્ડ માટે ક્વાલિફાય કરી ચુકી છે. હવે સુપર-4માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 10 સેપ્ટેમ્બરના રોજ રમાશે.