ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા, બાળકો તળાવમાં રમતા-રમતા ન્હાવા પડ્યા હતા
ઘોઘંબા
ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે જેમાં આજે ગજાપુરા ગામમાં તળાવમાં ડૂબવાથી ચાર બાળકોના મોત થયા છે. આ ઘટનાને પગલે એમએલએઘટનાસ્થળે દોડી ગયા છે. હાલ ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઘટનાની વધુ વિગત મુજબ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગાજાપુરા ગામમા આજે વહેલી સવારે તળાવમાં રમતા-રમતા ન્હાવા પડ્યા હતા. વરસાદને કારણે તળાવમાં પાણી વધુ ભરાયેલુ હતું અને આ બાળકો મસ્તી કરતા કરતા અચાનક જ ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. એક જ પરિવારના ચાર બાળકોના મૃત્યુ થવાથી પરિવાર પર આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ ચારેય બાળકોની અંદાજીત ઉંમર 10થી 12 વર્ષની જાણવા મળી હતી. હાલ ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.