52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને
37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં
અદિરેડ્ડી અર્જુન (તેલંગાણા) અને સ્નેહા હલદર (પશ્ચિમ બંગાળ) ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની નજીક છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023
સ્થળઃ કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
9મો રાઉન્ડ પૂરો થયા બાદ તેલંગાણાનો અદિરેડ્ડી અર્જુન 8.5 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાં આગળ છે.9મા રાઉન્ડમાં અર્જુને પશ્ચિમ બંગાળના અલેખ્ય મુખોપાધ્યાયને હરાવ્યો અને બોર્ડમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું.10મા રાઉન્ડમાં અર્જુન મહારાષ્ટ્રના માનસ ગાયકવાડ સામે રમશે. મહારાષ્ટ્રના માનસ ગાયકવાડે 8 પોઈન્ટ બનાવ્યા અને બીજા સ્થાને રહ્યા જ્યારે તમિલનાડુના મનીષ એન્ટો ક્રિસ્ટિયાનોએ 7.5 સ્કોર કર્યો જે તેને બોર્ડમાં ત્રીજા સ્થાને રાખે છે.
બીજી તરફ ગર્લ્સ વિભાગમાં, સ્નેહા હલદર (WB) એ WFM ભાગ્યશ્રી પાટીલ (MAH) સામે ડ્રો કરીને તેની લીડ 7.5 પોઈન્ટ જાળવી રાખી હતી. શુભી ગુપ્તા (UP) અને ધનશ્રી ખેરમોડે (MAH) એ WIM તેજસ્વિની G (TN) અને ઈશ્વી અગ્રવાલ (HAR) ને હરાવી, સ્નેહા સાથે દરેક 7.5 પોઈન્ટ્સ સાથે ટોચ પર જોડાઈ.શુભી ગુપ્તા અને ધનશ્રી ખેરમોડે 7.5 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.
ગુજરાતના પ્રતિભાશાળી છોકરા કર્તવ્ય અનાડકટ (ELO 2177) એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જે તેને 7 પોઈન્ટ સાથે બોર્ડમાં પાંચમા સ્થાને મૂકે છે જ્યારે ગુજરાતનો અન્ય એક છોકરો ધ્યેય અગ્રવાલ તામિલનાડુના મનીષ એન્ટો ક્રિસ્ટિયાનો સામે 9મા રાઉન્ડમાં હારી ગયો હતો અને 6.5 પોઈન્ટ સાથે 11મા સ્થાને રહ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ હેઠળ કુલ 11 રાઉન્ડ રમાશે. ટોચના 40 ખેલાડીઓને (20 છોકરાઓમાં અને 20 છોકરીઓમાં) ટ્રોફી સાથે રૂ. 10 લાખના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 28.9.2023 ના રોજ સમાપ્ત થશે.