પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જોવા મળી હતી, નોઈડામાં 10 થી 15 સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા
નવી દિલ્હી
મંગળવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જોવા મળી હતી. નોઈડામાં 10 થી 15 સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને બરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ઉત્તરાખંડની ધરતી પણ ધ્રુજી હતી.
અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે હતું
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મંગળવારે ભૂંકપના મોટા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા ભયંકર હતા કે લોકો ઘર અને ઓફિસોથી બહાર દોડી આવ્યા હતા. મંગળવારે એક-બે નહીં ચાર ભૂકંપ આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં હતું. જે ભૂંકપના આંચકા અનુભવાયા તે અડધા કલાકમાં બીજી વખત આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે દિલ્હી, ઉત્તરાખંડ સિવાય નેપાળમાં પણ આંચકા અનુભવાયા. નેપાળમાં તો ભૂંકપના કારણે કેટલાક ઘરોની દિવાલો પણ ધરાશાયી થઈ હોવાના સમાચાર છે.
ભૂંકપની માહિતી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપનો પહેલો આંચકો મંગળવારે સવારે 11:06 વાગ્યે આવ્યો હતો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.7 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાનું સોનીપત હતું.
ત્યારબાદ બીજો ભૂકંપ બપોરે 1:18 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 3.0 મપાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર ભારતના આસામનું કાર્બી આંગલોંગ હતું.
ત્રીજો આંચકો બપોરે 2.25 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. જ્યારે ચોથો ભૂકંપ 2.51 કલાકે આવ્યો હતો જેની નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું.
ગઈકાલે પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6.15 કલાકે ભૂકંપ આવ્યો હતો જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.