અંડર-23 સ્ટેટ એની વન-ડે મેચમાં ગુજરાતનો હૈદ્રાબાદ સામે ત્રણ વિકેટે વિજય

Spread the love

વડોદરા

વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે BCCIની મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતે ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. હૈદ્રાબાદે 50 ઓવરમાં સાત વિકેટે 324 રન બનાવ્યા હતા જેના જવાબમાં રમતના પાંચ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટ ગુમાવીને 328 રન બનાવીને મેચ જીતી હતી.

ટૂંકો સ્કોર

હૈદરાબાદ – 50 ઓવરમાં 7 વિકેટે 324 રન ( હિમતેજા કે 132 બોલમાં 16 ચોગ્ગા, 6 છગ્ગાની મદદથી 158 રન, અરવેલી અવનીશ 62 બોલમાં 9 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 98 રન, જપજ્ઞા ભટ્ટ 9 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ, જય માલુસરેએ 10 ઓવરમાં 49 રન આપીને 2 વિકેટ).

ગુજરાત – 49.1 ઓવરમાં 7 વિકેટે 328 રન ( પ્રિયેશ પટેલ 112 બોલમાં 11 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 117 રન, જયમીત પટેલ 85 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 92 રન, રૂદ્ર એમ પટેલ 35 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 45 રન, સાકેત ધાત્રક 10 ઓવરમાં 64 રન આપીને 2 વિકેટ).

પરિણામ:-ગુજરાત 3 વિકેટે જીત્યું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *