23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ફોર ધ બ્લાઇન્ડની ગ્રાન્ડફિનાલે, છ રાજ્યોની ટીમ ચેમ્પિયનશિપ જીતી

Spread the love

• તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરાખંડની પુરૂષ ટીમે અનુક્રમે T11, T12 અને T13 શ્રેણીઓમાં ચેમ્પિયનશિપ જીતી

• ચંદીગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની મહિલા ટીમે અનુક્રમે T11, T12 અને T13 શ્રેણીઓમાં ચેમ્પિયનશિપ જીતી

નડિયાદ

ગુજરાતના નડિયાદમાં મરીડા રોડ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત 23મા ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડનું આજે સમાપન થયું.  આ પ્રસંગે યુવા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે નડિયાદ નગરપાલિકા પ્રમુખ  કિન્નરીબેન શાહ હાજર હતા. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ચેમ્પિયનશિપનું દ્વિ-વાર્ષિક આયોજન કરવામાં આવે છે

IBSA, દેશમાં પ્રજ્ઞા ચક્ષુ માટે સૌથી મોટો રમતોત્સવ છે. પુરૂષ અને મહિલા પ્રજ્ઞા ચક્ષુ એથ્લેટ્સ (T-11 અને F-11) કેટેગરીમાં રિલે રેસ સ્પર્ધામાં અને લો-વિઝન ધરવાતા એથ્લેટ્સે (T-12, T-13 & F-12, F-13)  કેટેગરીમાં ઉમદા પ્રદર્શન કરીને સ્પોટ્સની ભાવનાને ઉજાગર કરી હતી, ઉપસ્થિત મહાનુભાવોએ એથ્લેટ્સની ખેલદીલીની ભાવનાને બિરદાવી હતી.

તામિલનાડુ, મહારાષ્ટ્ર, યુપી, પશ્ચિમબંગાળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, તેલંગાણા, હિમાચલપ્રદેશ, દિલ્હી, દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર, મિઝોરમ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢ સહિત 19 રાજ્યોના અધિકારીઓ સાથે 175 પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક શ્રેણી હેઠળ ટીમ ચેમ્પિયનશિપના પરિણામો નીચે આપેલા છે.

પુરુષો T11 અને F11 તમિલનાડુ

પુરુષો T12 અને F12 ગુજરાત

પુરુષો T13 અને F13 ઉત્તરાખંડ

મહિલા T11 અને F11 ચંદીગઢ

મહિલા T12 અને F12 મહારાષ્ટ્ર

મહિલા T13 અને F13 મધ્યપ્રદેશે નવો રાષ્ટ્રીય રેકોર્ડ અને મીટ રેકોર્ડ સેટ કર્યો

ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડેવિડ એ. હનીએ જણાવ્યું હતું કે “પ્રજ્ઞાચક્ષુ માટે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવું અને દરેક ઈવેન્ટ સાથે તેમની પ્રગતિને જોવી તે ખરેખર પ્રેરણાદાયક છે. આ નોંધપાત્ર જવાબદારી નિભાવવા બદલ હું પેરાસ્પોર્ટ્સ એસોસિએશન ઑફ ગુજરાત અને બ્લાઈન્ડ સ્પોર્ટ્સએ સોસિએશન ઓફ ગુજરાતની પ્રસંશા કરું છું. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી, આ આવિશ્વસનીય સિદ્ધિઓને વિશ્વ સમક્ષ દર્શાવવા માટે તેમના પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે,  સામેલ તમામ લોકો માટે ગૌરવ અને પ્રોત્સાહન આપનાર છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આજે, અમે માત્ર વિજેતાઓ જ નહીં, પરંતુ દરેક પાર્ટીસિપેટ્સ સાથે ઉજવણી કરીએ છીએ. જે ખેલદિલી અને ટીમવર્કના સાચા સારને દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *