બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

Spread the love

ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરે છે

મુખ્ય બાબતોઃ

  • એનએફઓ 06 ઓક્ટોબર, 2023ના રોજ ખુલશે અને 20 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે
  • આ સ્કીમ સ્મોલ-કેપ કંપનીઓના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાંથી લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પેદા કરવાનો ઇરાદો ધરાવે છે

મુંબઈ

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા બીએનપી પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. ફંડનું સંચાલન શિવ ચનાની (સિનિયર ફંડ મેનેજર) દ્વારા કરવામાં આવશે. શિવ પાસે 24 વર્ષથી વધુનો અનુભવ છે અને મિડ તથા સ્મોલ કેપ સ્પેસનો ઊંડો અનુભવ ધરાવે છે. ફંડને નિફ્ટી સ્મોલ કેપ 250 ટીઆર ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.

સ્મોલ-કેપ ફંડની મુખ્ય લાક્ષણિકતાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે –

·       ફંડ સ્મોલ-કેપ કંપનીઓમાં 65%થી વધુ નેટ એસેટ્સનું રોકાણ કરશે

·       ફંડ બોટમ-અપ સ્ટોક-પીકિંગ અભિગમને અનુસરશે. મજબૂત ફંડામેન્ટલ્સ, ગુણવત્તાયુક્ત બિઝનેસ મોડલ અને મજબૂત મેનેજમેન્ટ ટીમ ધરાવતી કંપનીઓને પસંદ કરવા પર ભાર મૂકવામાં આવશે.

·       ફંડ સેક્ટર-એગ્નોસ્ટિક હશે

·       તેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં અગ્રણી કંપનીઓ બનવાની ક્ષમતા ધરાવતી કંપનીઓ પસંદ કરીને રોકાણકારો માટે સંપત્તિનું નિર્માણ કરવાનો છે.

“બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ એ લાંબા ગાળાના રોકાણકારો માટે ભારતીય અર્થતંત્રમાં મોટી માળખાકીય વૃદ્ધિની તકનો લાભ મેળવવા માટે એક આદર્શ વિકલ્પ છે. સ્મોલ કેપ સેગમેન્ટ વિવિધ ક્ષેત્રોમાં રોકાણના વિકલ્પો પ્રદાન કરે છે અને તે પ્રમાણમાં ઊંચો વૃદ્ધિ દર ધરાવે છે. છેલ્લા 10 વર્ષોમાં, નિફ્ટી સ્મોલ કેપ ટીઆરઆઈ ઇન્ડેક્સે પ્રભાવશાળી 21% સીએજીઆર રિટર્ન આપ્યું છે. અમે માનીએ છીએ કે અમારી શિસ્તબદ્ધ રોકાણ પ્રક્રિયા કે જે બીએમવી (બિઝનેસ, મેનેજમેન્ટ અને વેલ્યુએશન), મજબૂત રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રક્ચર અને એક અનુભવી રોકાણ ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે અમને અમારા રોકાણકારો માટે સારી રીતે કામ કરવા માટે યોગ્ય સ્થાન આપે છે” એમ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું.

આ સ્કીમ ભારતીય ઇક્વિટી માર્કેટ દ્વારા લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવા માંગતા રોકાણકારો માટે યોગ્ય છે. સ્મોલ કેપ શેરોમાં સામાન્ય રીતે ઉચ્ચ વૃદ્ધિની સંભાવના હોય છે પરંતુ ટૂંકા ગાળામાં તે વધુ અસ્થિરતા દર્શાવે છે અને તેથી રોકાણકારોએ ત્રણ વર્ષથી વધુના રોકાણની ક્ષિતિજને ધ્યાનમાં લેવી જોઈએ.

એનએફઓ ઓક્ટોબર 06, 2023ના રોજ ખુલશે અને ઓક્ટોબર 20, 2023ના રોજ બંધ થશે. આ સ્કીમ નીચેની બે સ્કીમ્સ ઓફર કરે છે: બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ – રેગ્યુલર પ્લાન અને બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ – ડાયરેક્ટ પ્લાન. દરેક પ્લાન ગ્રોથ ઓપ્શન અને ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ (આઈડીસીડબ્લ્યુ) વિકલ્પ ઓફર કરે છે. આઈડીસીડબ્લ્યુ ઓપ્શન બે વિકલ્પો ઓફર કરે છે: પેઆઉટ ઓફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ વિકલ્પ અને રિઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ વિકલ્પ.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *