મહેન્દ્રસિંહ ધોની જિયોમાર્ટના બ્રાન્ડ એમ્બેસેડર

Spread the love

મુંબઈ

દેશના અગ્રણી ઇ-માર્કેટપ્લેસીસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. આ ઉપરાંત, જિયોમાર્ટે તેના તહેવારો માટેના કેમ્પેન જિયોઉત્સવ, સેલિબ્રેશન ઓફ ઇન્ડિયાને નવા રંગરૂપ આપ્યા છે. આ ઉત્સવ 8 ઓક્ટોબર, 2023થી શરૂ થશે.

જિયોઉત્સવ કેમ્પેન એ બાબત પર ભાર મૂકે છે કે ધોનીએ દેશને ઉજવણી કરવા માટે ઘણા પ્રસંગો આપ્યા છે પરંતુ ઉત્સવોની ઉજણવીનો ભાગ બનવાનું ચૂકી ગયો છે. માટે જ નવીન ઉત્સાહ સાથે ધોની તેના પ્રિયજનો સાથે ખુશીની તમામ ક્ષણો, તહેવારો અને ખાસ પ્રસંગો ઉજવવા માટે સંકલ્પબદ્ધ છે. 45 સેકન્ડની એક ફિલ્મમાં ધોની જોવા મળશે.

જિયોમાર્ટના સીઇઓ સંદીપ વારાંગતીએ જણાવ્યું કે, “અમને અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમએસ ધોની સૌથી સુસંગત લાગે છેતેમનું વ્યક્તિત્વ જિયોમાર્ટની જેમ વિશ્વાસભરોસો અને ખાતરીને પ્રદર્શિત  કરે છે. અમારું નવું કેમ્પેન જીવન અને જીવનની તમામ ખાસ ક્ષણોને પ્રિયજનો સાથે ઉજવવા માટે પ્રોત્સાહિત કરે છે, ‘શોપિંગ‘ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. નોન-મેટ્રો વિસ્તારો હાલમાં અમારા સરેરાશ વેચાણમાં લગભગ 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છેજે ક્રમશઃ વૃદ્ધિની નિશાની છે અને ડિજિટલ રિટેલનો પ્રસાર કરવાના અમારા પ્રયાસોના ફળનું પ્રમાણપત્ર છે.”

જિયોમાર્ટ હંમેશા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લેટફોર્મ હાલમાં 1000થી વધુ કારીગરો સાથે કામ કરે છે, 1.5 લાખ અનન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. વાસ્તવમાં કેમ્પેનના શૂટિંગના ભાગરૂપે વારાંગતીએ બિહારથી ધોનીને પુરસ્કાર વિજેતા કારીગર અંબિકા દેવી દ્વારા બનાવેલું મધુબની પેઇન્ટિંગ આપ્યું હતું. જિયોમાર્ટનું ધ્યાન માત્ર ગ્રાહકોને ઉત્પાદનો અને શ્રેષ્ઠ અનુભવ આપવા પૂરતું જ નથી પરંતુ લાખો કારીગરો અને એસએમબીને સરળતા સાથે વ્યવસાય કરવા માટે સક્ષમ બનાવવાનું પણ છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે, હું જિયોમાર્ટના મૂલ્યોને સારી રીતે ઓળખું છું અને તેનું સમર્થન કરું છુંએક સ્વદેશી ઈ-કોમર્સ બ્રાન્ડ હોવાને કારણે તેઓ ભારતમાં ડિજિટલ રિટેલ ક્રાંતિને સમર્થન આપવાના હેતુથી પ્રેરિત છે. ભારત તેની જીવંત સંસ્કૃતિલોકો અને તહેવારો માટે જાણીતું છેજિયોમાર્ટનું જિયોઉત્સવ કેમ્પેન એ ભારત અને તેના લોકોના ઉત્સવની ઉજવણી છે. હું જિયોમાર્ટ સાથે જોડાવા અને લાખો ભારતીયોના શોપિંગ અનુભવનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”

જિયોમાર્ટની ક્રોસ-કેટેગરીની કુશળતા, તહેવારની ભાવનાની ઉજવણી અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વૈવિધ્યપૂર્ણ શોપિંગ ડિલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રસાર કરવા માટે આ ફિલ્મોની પરિકલ્પના કરવામાં આવી છે.

ગયા વર્ષે જિયોમાર્ટે સમગ્ર સેગમેન્ટમાં ઉત્પાદનો ઓફર કરતી હોરિઝોન્ટલ, ક્રોસ-કેટેગરી અભિગમ અપનાવ્યો હતો. ઈલેક્ટ્રોનિક્સથી લઈને ફેશન અને સૌંદર્યથી લઈને હોમ ડેકોર સુધી, જિયોમાર્ટે રિલાયન્સની માલિકીની બ્રાન્ડ્સ જેમાં અર્બન લેડર, રિલાયન્સ ટ્રેન્ડ્સ, રિલાયન્સ જ્વેલ્સ, હેમલીઝનો સમાવેશ કરીને પ્લેટફોર્મ પર પસંદગીનો વધુ વિસ્તારવા કર્યો હતો. આ ઝડપી વિસ્તરણ જિયોમાર્ટના ભારતના સૌથી મોટા ઘરેલુ ઈ-માર્કેટપ્લેસ બનવાના ઉદ્દેશ્યને સુસંગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *