11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના  શ્રીહરિ નટરાજે 100 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ  સાથે સ્પર્ધામાં પાંચમો મેડલ જીત્યો

Spread the love

ભારતે સ્પર્ધામાં કુલ આઠ મેડલ જીત્યા  

અમદાવાદ

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે, શ્રીહરિ નટરાજે ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું. તેમણે પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી તેના મેડલની સંખ્યા પાંચ (ત્રણ વ્યક્તિગત, બે રિલે) થઈ ગઈ છે.

પાંચમી લેનમાં રહીને, શ્રીહરિએ પોતાની હીટમાં મજબૂત ગતિ દર્શાવી. 50 મીટર હીટમાં, તે ચીનના હાઓયુ વાંગ (49.19) અને કતારના અલી તામેર હસન (49.46) થી આગળ ત્રીજા સ્થાને હતો, જ્યારે આકાશ મણિ (50.45) ચોથા સ્થાને તેની પાછળ હતો. બીજા લેપમાં, શ્રીહરિએ પોતાની લય જાળવી રાખી અને 49.96 સેકન્ડમાં પીછો કરતી ટીમને પાછળ છોડીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

શ્રીહરિએ ફાઇનલ પછી કહ્યું કે, “આ વર્ષે મારી સીઝન સારી રહી છે, અને મને લાગે છે કે મારી તાલીમ પણ ખૂબ સારી ચાલી રહી છે,” હું હીટ્સમાં ઝડપી રહ્યો હતો, અને મારી તાલીમ જે રીતે ચાલી રહી હતી તે જોતાં, મને લાગ્યું કે હું અહીં વધુ ઝડપ સાથે સ્વિમિંગ કરી શકીશે. પરંતુ આ લોકોએ પણ શાનદાર  પ્રદર્શન કરીને ઈવેન્ટ જીતી લીધી છે, અને મને ખુશી છે કે હું પોડિયમ સુધી પહોંચી શક્યો.”

વધુમાં તેમણે ઉમેર્યું કે, “આ સ્પર્ધામાં ભારતની ટૂમ ખૂબજ સારી છે અને અમે સારા મેડલ્સ જીતી રહ્યા છીએ ત્યારે અમદાવાદમાં સ્પર્ધા દરમિયાન હાજર પ્રેક્ષકોના સમર્થને ખેલાડીઓને ખૂબજ પ્રોત્સાહિત કર્યા છે જે આનંદની વાત છે.”

આ દરમિયાન, ભારતની ધનિધિ દેશિંગુ અને શશિધર રુાજુલાએ મહિલાઓની 100 મીટર ફ્રીસ્ટાઇલમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ટોચના હાફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા અને અનુક્રમે છઠ્ઠા અને આઠમા સ્થાને રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *