અનુસાર હેકર્સે ઇઝરાયેલી સરકારની વેબસાઇટ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો કે, ઇઝરાયેલ સરકાર , તમે આ રક્તપાત માટે જવાબદાર છો
મોસ્કો
હમાસ અને ઇઝરાયેલી સંરક્ષણ દળો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.લેબેનોનના આતંકવાદી જૂથોએ પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે અને હવે, સાયબર હેકરોએ પણ ઇઝરાયેલ સામે જંગ છેડતા તેમણે એકસાથે ત્રણ મોરચે યુદ્ધ લડવાનો વખત આવ્યો છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેની તીવ્ર લડાઈ વચ્ચે, રશિયન હેકિંગ જૂથ કિલનેટે રવિવાર, ઓક્ટોબર 8 ના રોજ ઈઝરાયેલી સરકારની વેબસાઈટ હેક કરી હતી. રવિવારની સાંજે ઇઝરાયેલ સરકારની સત્તાવાર વેબસાઇટ gov.il સાથે કનેક્ટ થવું અશક્ય બની ગયું હતું. બરાબર એ જ સમયે કિલનેટે સોશિયલ નેટવર્ક ટેલિગ્રામ પર ઝડપથી મેસેજ પોસ્ટ કરીને તેમણે ઇઝરાયેલની સત્તાવાર વેબસાઇટ હેક કરી હોવાની માહિતી આપી હતી અને સાથે જ સ્પષ્ટતા કરી હતી કે જૂથ સામાન્ય ઇઝરાયેલી નાગરિકોને નિશાન બનાવી રહ્યું નથી.
બહુવિધ અહેવાલો કહે છે કે ઈઝરાયેલ સરકારની સત્તાવાર વેબસાઇટને રશિયન હેકિંગ જૂથ કિલનેટ દ્વારા રવિવારે હેક કરવામાં આવી હતી અને તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. અગાઉ ટ્વિટર પર શેર કરવામાં આવેલા અહેવાલો અનુસાર હેકર્સે ઇઝરાયેલી સરકારની વેબસાઇટ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો કે, ઇઝરાયેલ સરકાર , તમે આ રક્તપાત માટે જવાબદાર છો. 2022માં તમે યુક્રેનમાં આતંકવાદી શાસનને ટેકો આપ્યો હતો. તમે રશિયા સાથે દગો કર્યો હતો. આજે કિલનેટ તમને સત્તાવાર રીતે આની જાણ કરે છે. ઇઝરાયેલની તમામ સરકારી સિસ્ટમો અમારા હુમલાઓને આધીન રહેશે.
યુદ્ધ જેવા સંવેદનશીલ સમયમાં પળ પળની માહિતી મેળવવી કેટલી અગત્યની હોય છે. એવા સમયે ઇઝરાયેલની સત્તાવાર વેબસાઇટ હેક થઇ જતા તેમના તો જાણે કાંડા જ કપાઇ ગયા હોય એવી હાલત થઇ છે.