ભારત માટે એજન્સીએ જૂન ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત વપરાશનો હવાલો આપતાં આ વાત કહી હતી
નવી દિલ્હી
આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (આઈએમએફ) એ ભારત માટે તેના 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું છે. જ્યારે 2023માં દુનિયાનો ગ્રોથ 3 ટકા અને 2024માં 2.9 ટકાનું અનુમાન છે. એડવાન્સ્ડ ઈકોનોમીમાં 2023માં 1.5 ટકા અને 2024માં 1.4 ટકાના વિસ્તારનું અનુમાન લગાવ્યું છે.
ભારત માટે એજન્સીએ જૂન ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત વપરાશનો હવાલો આપતાં આ વાત કહી હતી. આઈએમએફએ કહ્યું કે દુનિયાના 10 ટકા અર્થતંત્ર સહિત 81 ટકા વૈશ્વિક અર્થતંત્રએ પોતાની મધ્યમ અવધિની વિકાસ સંભાવનાઓમાં ઘટાડો જોયો છે.
વોશિંગ્ટન સ્થિત એજન્સીએ નાણાકીય વર્ષના આધારે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કરે છે. જોકે તે અર્થતંત્ર માટે કેલેન્ડર વર્ષનો ઉપયોગ કરે છે. ભારત માટે આઈએમએફનું અનુમાન ભારતીય રિઝર્વ બેન્કના ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકાના જીડી ગ્રોથના અનુમાનથી એક પગલું નીચે છે.