બાયડેનને ઈરાનને યુએસની ઈઝરાયેલને મદદ અને યુદ્ધ ક્ષેત્રમાં યુએસ યુદ્ધ જહાજો, ફાઈટર પ્લેનની તૈનાતીથી ઈરાનીઓને સાવચેત રહેવા કહ્યું

વોશિંગ્ટન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન પર પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ એ ઈરાનને ચેતવણી આપી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને ઈરાનને અમેરિકા દ્વારા ઈઝરાયેલને મોકલવામાં આવી રહેલી મદદ અને યુદ્ધ ક્ષેત્રમાં અમેરિકન યુદ્ધ જહાજો, ફાઈટર પ્લેનની તૈનાતીથી ઈરાનીઓને સાવચેત રહેવા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે. જો બાયડેને ગઈકાલે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફરીથી વાત કરી છે અને ઈઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કોઈપણ કાર્યવાહી કરવી જોઈએ. બાયેડેન વધુમાં જણાવતા બોલ્યા હતા કે નેતન્યાહુને હુ 40 વર્ષથી ઓળખું છું અને અમારી વચ્ચે ખૂબ જ સ્પષ્ટ સંબંધ છે અને મે એક વાત કહી છે કે ઈઝરાયેલ ગુસ્સા અને હતાશામાં પણ યુદ્ધના નિયમો અનુસાર પગલા લે તે ખુબ જ મહત્વપૂર્ણ છે.
બાયડેને વધુમાં કહ્યું હતું કે ઈઝરાયેલ સરકાર દેશને એક કરવા માટે પોતાની તમામ તાકત લગાવીને બધા પગલા ભરી રહી છે અને યુનાઈટેડ સ્ટેટ્સ પણ ઈઝરાયેલની સફળતા સુનિશ્ચિત કરવા માટે પોતાની તાકાત લગાવીને શક્ય તેટલી મદદ કરી રહી છે. રાષ્ટ્રપતિએ હમાસના હુમલાને અત્યંત ક્રૂર ગણાવતા કહ્યું હતું કે હોલોકેસ્ટ બાદ યહૂદીઓ માટે આ સૌથી ઘાતક દિવસ હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર ઈરાની નેતાઓ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના જણાવ્યા અનુસાર ઈરાન પણ હુમલામાં સામેલ છે કારણ કે તે દાયકાઓથી હમાસને સમર્થન આપી રહ્યું છે.