વોટ્સએપે માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો, વોટ્સએપ કોઈપણ મેસેજના સોર્સની માહિતી આપે અથવા મેસેજને પહેલા કોણે મોકલ્યો, તેની જાણકારી સરકારને આપે
નવી દિલ્હી
કેન્દ્ર સરકારે પ્રાઈવસી વિવાદ મામલે ફરી વોટ્સએપ પર તવાઈ શરૂ કરી દીધી છે. સરકાર વર્ષ 2021થી વોટ્સએપની પ્રાઈવસી પોલિસી અંગે કંપની પાસેથી જવાબ માંગી રહી છે, જોકે આ મામલાનો હજુ સુધી કોઈ નિવેડો નિકળ્યો નથી, ત્યારે 2024ની ચૂંટણી પહેલા ફરી પ્રાઈવસી વિવાદ શરૂ થઈ ગયો છે. સરકારે ફરી વોટ્સએપ પાસે મેસેજ સોર્સની માહિતી માંગી છે, જેને વોટ્સએપે દેવાનો ઈન્કાર કરી દીધો છે.
સરકારનું કહેવું છે કે, વોટ્સએપ કોઈપણ મેસેજના સોર્સની માહિતી આપે અથવા મેસેજને પહેલા કોણે મોકલ્યો, તેની જાણકારી સરકારને જોઈએ.
વોટ્સએપનું કહેવું છે કે, આ બાબત યુઝર્સની પ્રાઈવસી પર હુમલો છે. જો વોટ્સએપના મેસેજનો સોર્સ જાહેર કરી દેવાયો તો એપ્સની પ્રાઈવસી ખતમ થઈ જશે.
સરકાર દ્વારા દલીલ અપાઈ છે કે, ચૂંટણી દરમિયાન વોટ્સએપ દ્વારા નકલી, સ્પામ અને ખોટી માહિતી શેર થવાની વધુ સંભાવના છે, તેથી વોટ્સએપએ આવી માહિતી ઉપલબ્ધ કરાવવી જોઈએ.
વોટ્સએપનું કહેવું છે કે, તેના મેસેજો એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થાય છે અને તે મેસેજની માહિતી માત્ર 2 લોકોને જ હોય છે, એક મોકલનાર અને બીજો જેને મેસેજ મળ્યો છે તેને જ હોય છે.
સરકાર આઈટી નિયમ 2021 હેઠળ, વોટ્સએપ પર નકલી, સ્પામ અને ખોટી માહિતી શેર કરનાર પ્રથમ યુઝર્સ કોણ છે, તેની માહિતી કંપની પાસેથી મેળવવા આદેશ આપી શકે છે.
સરકારને ચૂંટણી દરમિયાન સૌથી વધુ ડીપફેક વીડિયો શેર થવાનો ડર છે. આ વિવાદ 2021થી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.