ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026માં ઉત્સાહજનક મુકાબલો

આઈઝેનબર્ગે કૈવલ્યને હરાવી એકમાત્ર લીડ મેળવી; ટાઇટલ રેસ અંતિમ રાઉન્ડ તરફ વધુ રોમાંચક અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે ચાલી રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2026માં શનિવારે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો. ઇઝરાયલના ઇન્ટરનેશનલ માસ્ટર બેની આઈઝેનબર્ગે FIDE માસ્ટર કૈવલ્ય સંદીપ નાગરને હરાવીને પ્રીમિયર કેટેગરી ‘A’માં એકમાત્ર લીડ હાંસલ કરી છે, જેનાથી ટાઇટલ…

BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીને આંતરરાષ્ટ્રીય સ્તરે “ટોલરન્સ એવોર્ડ 2026” થી સન્માનિત

IDCT 2026 કોન્ફરન્સમાં સહિષ્ણુતા, સંવાદ અને વૈશ્વિક શાંતિ માટેના યોગદાનની પ્રશંસા અબુ ધાબીમાં યોજાયેલી ત્રીજી “ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ (IDCT 2026)” દરમિયાન BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીને પ્રતિષ્ઠિત “ટોલરન્સ એવોર્ડ 2026” એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન વૈશ્વિક સ્તરે સહિષ્ણુતા, સંવાદ, સામાજિક એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપતા યોગદાન માટે આપવામાં આવે…

ચમારડી સબ-સેન્ટર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

બાંધકામમાં બેદરકારી અને ગુણવત્તા સાથે ચેડાં સામે ‘ઝીરો ટોલરન્સ’નો સંદેશ; જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ ગાંધીનગર રાજ્ય સરકારના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને બેદરકારીની ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ…

પ્રજ્ઞાનંદાએ લખ્યો ઇતિહાસ — નોર્વે ચેસમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન

અમદાવાદ ભારતીય ચેસ માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યારે એડાની સ્પોર્ટ્સલાઇનના “ગર્વ છે” એથ્લીટ R Praggnanandhaa એ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્લોમાં રમાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં તે પ્રથમ ભારતીય ચેમ્પિયન બન્યો છે. વિશ્વના દિગ્ગજોને પાછળ છોડીને શાનદાર વિજય આ ટુર્નામેન્ટમાં વિશ્વના ટોપ ખેલાડીઓ જેમ કે વર્લ્ડ નંબર-1 Magnus Carlsen, વર્તમાન વર્લ્ડ…

જામનગરના રિસોર્ટમાં કરુણ અકસ્માત: સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં 9 વર્ષના બાળકનું મોત

વેકેશન માણવા આવેલા ગાંધીનગરના પરિવાર પર આભ તૂટી પડ્યું ; હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું નિધન જામનગર જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટીયા નજીક આવેલા એક રિસોર્ટમાં વેકેશન માણવા આવેલા ગાંધીનગરના નવ વર્ષના બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકની…

‘સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં’: જંતર-મંતરથી અભિજિત દીપકેનો સરકારને પડકાર

NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તેજ; સોનમ વાંગચુકે પણ આંદોલનને આપ્યું સમર્થન નવી દિલ્હી NEET પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા…

મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડાયા

પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યવાહી; રહેવાસીઓના આક્રોશ અને ભાવુક દૃશ્યો વચ્ચે તંત્રની કામગીરી પૂર્ણ અમદાવાદ અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ નજીક આવેલા મકાનોના ગેરકાયદે બાંધકામ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શનિવારે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રના…

સોના-ચાંદીમાં મોટો કડાકો, રોકાણકારોને આંચકો

અમેરિકાના મજબૂત રોજગાર આંકડાથી વૈશ્વિક બજારોમાં વેચવાલી; MCX પર સોનું-ચાંદી તૂટ્યાં અમદાવાદ સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે શુક્રવારનો કારોબારી દિવસ ભારે નિરાશાજનક રહ્યો હતો. અમેરિકાના મજબૂત આર્થિક આંકડાઓ બાદ વૈશ્વિક બજારોમાં વેચવાલીનું દબાણ વધતા ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ડૉલર મજબૂત બનતા અને વ્યાજદરમાં ઘટાડાની આશા…

શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન, વૈભવ સૂર્યવંશીને તક

સૂર્યકુમાર યાદવે નેતૃત્વ-ટીમમાં સ્થાન ગુમાવ્યું; આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્રવાસ , એશિયન ગેમ્સની ટીમની જાહેરાત મુંબઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમોની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સૌથી મોટો ફેરફાર T20 ટીમની કેપ્ટનશીપને લઈને જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને સુકાનીપદેથી હટાવી દેવામાં…

ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસમાં કૈવલ્ય સંદીપ નાગરે લીડ જાળવી, અંતિમ તબક્કામાં તીવ્ર સ્પર્ધા

સાતમા રાઉન્ડ બાદ 6.5 પોઈન્ટ સાથે મહારાષ્ટ્રના ખેલાડી ટોચ પર; ઇઝરાયલના બેની આઇઝેનબર્ગ નજીકમાં, 700થી વધુ ખેલાડીઓની ભાગીદારીથી ટુર્નામેન્ટમાં રોમાંચ અમદાવાદ, અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ 2026માં મહારાષ્ટ્રના FIDE માસ્ટર કૈવલ્ય સંદીપ નાગરેએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સાતમા રાઉન્ડ બાદ તેમણે 6.5 પોઈન્ટ…

વિશ્વ પર્યાવરણ દિવસ 2026: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ, હરિત વિકાસનો સંકલ્પ

એકતા નગરમાં જૈવ વૈવિધ્ય સંવર્ધન અને ટકાઉ વિકાસ પર ભાર; અધિકારીઓ અને પ્રવાસીઓએ મળીને લીલા ભવિષ્ય માટે સંકલ્પ લીધો એકતા નગર વિશ્વ પર્યાવરણ દિવસ–2026ના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર સ્થિત શ્રેષ્ઠ ભારત ભવનના નવનિર્મિત ઉદ્યાનમાં વિશેષ વૃક્ષારોપણ અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને ટકાઉ વિકાસ અંગે…

વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતની શાનદાર શરૂઆત, પ્રથમ દિવસે 5 ગોલ્ડ મેડલ જીતી પ્રભુત્વ સાબિત કર્યું

અભય બર્મન, રીતુ મોંડલ સહિત ભારતીય ખેલાડીઓનું સુવર્ણ પ્રદર્શન; 6માંથી 5 ગોલ્ડ ભારતના ખાતામાં, સિંગાપોરે એક ઇવેન્ટમાં રોક્યો સંપૂર્ણ ક્લીન સ્વીપ અમદાવાદ અમદાવાદના એકા એરિના ખાતે ચાલી રહેલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં યજમાન ભારતે શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ દિવસે કુલ 6 ગોલ્ડ મેડલમાંથી ભારતે 5 ગોલ્ડ જીતીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. બંગાળના…

અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન, યોગાસનને વૈશ્વિક રમત તરીકે નવી ઓળખ

78 દેશોના 500થી વધુ ખેલાડીઓની ભાગીદારી સાથે ઈતિહાસ રચાયો; પ્રધાનમંત્રી મોદીએ કહ્યું—અમદાવાદથી રમતગમતના નવા યુગની શરૂઆત અમદાવાદ અમદાવાદના ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયામાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું ઐતિહાસિક આયોજન થયું છે. આ ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે, જે યોગાસનને વૈશ્વિક રમતગમતના મંચ પર લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવે છે. કાર્યક્રમનું…

મારિકોનો ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ કાર્યક્રમને વેગ, FY26માં 42 લાખથી વધુ લોકો સુધી પહોંચ

FSSAI સાથે ભાગીદારીમાં 119 હસ્તક્ષેપો; રેલવે સ્ટેશનો, કેમ્પસ અને સમુદાય સ્તરે ખાદ્ય સુરક્ષા જાગૃતિનો વ્યાપક અમલ નવી દિલ્હી FY26માં 42 લાખથી વધુ લોકો સુધી પહોંચનો વિસ્તૃત પ્રભાવ મારિકો લિમિટેડે FSSAIના ફ્લેગશિપ ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ કાર્યક્રમના અમલમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીએ 8 રાજ્યોમાં 119 હસ્તક્ષેપો મારફતે 42 લાખથી વધુ લોકો સુધી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-06-2026

મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત મોલકોમનું ‘મેક ઇન ઇન્ડિયા’ને મોટું પ્રોત્સાહન: સાણંદ પ્લાન્ટમાં પીપીઈ ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી…

કેમિકલ યુક્ત દારૂ કરતા મહુડાનો દારૂ સારો, મનસુખ વસાવાનું નિવેદન ચર્ચામાં

આદિવાસી યુવાનોને શિક્ષણ તરફ વળવા અપીલ; ગ્રામ પંચાયત ભવનના બાંધકામથી લઈને વિપક્ષ પરના પ્રહારો સુધી અનેક મુદ્દાઓએ ખેંચ્યું ધ્યાન નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં યોજાયેલી ‘આદર્શ ગ્રામવિકાસ સમિતિ’ની પ્રથમ બેઠક દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો, વિકાસકાર્યો, શિક્ષણ અને દારૂની સમસ્યા સહિતના મુદ્દાઓ…

ગોંડલના શેમળા ગામે તળાવમાં ડૂબતાં એક જ પરિવારના 3 બાળકનાં મોત, એકની હાલત ગંભીર

વાડી નજીક રમતી વખતે સર્જાઈ કરૂણ દુર્ઘટના; પરિવારના આક્રંદથી સમગ્ર પંથકમાં શોકનું મોજું રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં શુક્રવારે હૃદય કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ગામની એક વાડી નજીક આવેલા ઓરિયા તળાવમાં ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું…

નર્મદા બોર્ડર પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીની કાર્યવાહીથી હેરાફેરીના નેટવર્કમાં ખળભળાટ

સાગબારા નજીક કન્ટેનરમાંથી રૂ. 31.77 લાખનો દારૂ મળી આવ્યો; ટ્રક સહિત કુલ રૂ. 46.82 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ નર્મદા:ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો યથાવત્ હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. નર્મદા જિલ્લા એલસીબી (LCB)એ મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીકથી વિદેશી દારૂથી ભરેલું કન્ટેનર ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે….

ગુજરાત પોલીસનો મોટો ખુલાસો: 226 કરોડના શંકાસ્પદ ક્રિપ્ટો નેટવર્કનો ભાંડો ફૂટ્યો

ડાર્ક વેબ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને આતંકવાદી ફંડિંગ સાથે જોડાયેલા વ્યવહારોની તપાસ તેજ; વધુ બે આરોપીઓની ધરપકડ સાથે કુલ આંકડો 10 પર પહોંચ્યો ગાંધીનગર ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (સીસીઓઈ) દ્વારા હાથ ધરાયેલી વિશેષ તપાસ દરમિયાન અંદાજે રૂ. 226 કરોડથી વધુના શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ…

મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત

ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓનો પણ મર્યાદિત પ્રતિસાદ; બેઠક બાદ પક્ષની આંતરિક સ્થિતિને લઈને અટકળો વધુ તેજ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માટે હાલનો સમય પડકારોથી ભરેલો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. પક્ષ પ્રમુખ મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓની ઓછી હાજરીએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. પક્ષના…