રિલાયન્સ અને મેટાની મોટી ભાગીદારી : જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત થશે

ભારતમાં પ્રથમ બિલ્ટ-ટુ-સુટ AI ડેટા સેન્ટર; 168 મેગાવોટ ક્ષમતા સાથે રિલાયન્સ કરશે સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જામનગરભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટા પ્લેટફોર્મ્સે ગુજરાતના જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક AI અને ડેટા સેન્ટર હબ તરીકે વધુ મજબૂત સ્થાન આપશે….

સંસદીય વાણિજ્ય સ્થાયી સમિતિના સભ્યોની એકતા નગરની મુલાકાત : સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર સરોવર ડેમનું નિરીક્ષણ

નર્મદા જિલ્લાના એકતા નગરમાં પ્રતિનિધિમંડળે સરદાર પટેલને અંજલિ આપી, વિશ્વપ્રસિદ્ધ પ્રોજેક્ટ્સની કામગીરી અને વિકાસ કાર્યોની જાણકારી મેળવી એકતાનગરગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ એકતા નગરમાં સંસદીય વાણિજ્ય સંબંધિત સ્થાયી સમિતિના સભ્યોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ અર્પી તેમજ આ વિસ્તારના…

હૈદરાબાદમાં ઓક્ટોબર 8થી 18 સુધી આર્ચરી પ્રીમિયર લીગની બીજી સીઝન : વિશ્વના ટોપ આર્ચર્સ વચ્ચે રોમાંચક મુકાબલો

“પીપલ્સ પ્લાઝા, નેકલેસ રોડ” પર 11 દિવસીય રમતોત્સવ; છ ફ્રેન્ચાઇઝ ટીમો સાથે આંતરરાષ્ટ્રીય તીરંદાજોની ધમાકેદાર હાજરી હૈદ્રાબાદભારતનું સ્પોર્ટ્સ હબ બની રહેલું હૈદરાબાદ આ વર્ષે ઓક્ટોબરમાં વિશ્વ સ્તરની તીરંદાજી સ્પર્ધાનો સાક્ષી બનશે. આર્ચરી પ્રીમિયર લીગ (APL)નો બીજો સીઝન 8થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં વિશ્વના શ્રેષ્ઠ આર્ચર્સ, ઓલિમ્પિક ચેમ્પિયન્સ અને ભારતીય સ્ટાર ખેલાડીઓ એક જ મેદાનમાં…

ભારતના ગેમિંગ જગતમાં ઐતિહાસિક જોડાણ : S8UL અને GodLike એક જ મંચ પર “India Rising: Road to EWC”માં જોડાશે

મુંબઈમાં 4 જુલાઈએ યોજાનાર ભારતનો સૌથી મોટો ઈ-સ્પોર્ટ્સ અને યુથ કલ્ચર ફેસ્ટિવલ, વૈશ્વિક Esports World Cup 2026 સાથે જોડાયેલ ઈવેન્ટ મુંબઈભારતના ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, જ્યાં દેશની બે સૌથી મોટી ગેમિંગ સંસ્થાઓ S8UL અને GodLike Esports “India Rising: Road to EWC” ફેસ્ટિવલમાં એક જ મંચ પર જોવા મળશે. મુંબઈમાં 4 જુલાઈએ યોજાનાર…

અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી : શંકાસ્પદ ૪૫૨ લિટર ઘીનો જથ્થો જપ્ત, ફેક્ટરી સીલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ખોરાક વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની કડક કાર્યવાહી ગાંધીનગરરાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત આરોગ્ય વિભાગે અમદાવાદમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કઠવાડા વિસ્તારમાં ચાલતી એક ડેરી ફેક્ટરીમાંથી શંકાસ્પદ ૪૫૨ લિટર ઘીનો રૂ. ૨.૮૫ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. આરોગ્ય…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 10-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ, મમતા-સોનિયા મુલાકાતથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો…

એશિયન ગેમ્સ માટે પાકિસ્તાને જાહેર કરી યુવા ક્રિકેટ ટીમ

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી સહિતના દિગ્ગજોને આરામ, સાહિબઝાદા ફરહાનને સોંપાઈ કમાન એસવીએન,લાહોર એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જાપાનમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે પાકિસ્તાને અનુભવી ખેલાડીઓની જગ્યાએ યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમમાંથી બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફ્રિદી…

બાંગ્લાદેશે ઇતિહાસ રચ્યો,21વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવ્યું

મોસાદ્દેક હુસૈનની ઓલરાઉન્ડ રમત અને નાહિદ રાણાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયા પર 86 રનની જીત એસવીએન,ઢાકા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકામાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 86 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. 21 વર્ષ બાદ બાંગ્લાદેશે વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવતાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અગાઉ બાંગ્લાદેશે વર્ષ 2005માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની…

મેચ ફીમાં કમિશનખોરીના આરોપોથી બિહાર ક્રિકેટમાં ખળભળાટ

રણજી ખેલાડીના આમરણ અનશન બાદ BCAએ રચી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ, સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ એસવીએન,પટના બિહાર ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને મેચ ફીમાં કમિશનખોરીના ગંભીર આરોપોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ભાગલપુરના રણજી ક્રિકેટર સચિન કુમારે જિલ્લા ક્રિકેટ એસોસિએશનના એક અધિકારી પર મેચ ફીમાંથી હિસ્સો માગવાનો આરોપ લગાવતા મામલો ગરમાયો છે. ખેલાડીના આરોપો અને આમરણ…

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદા વધારી

કિસાન સંઘ સાથેની બેઠક બાદ નિર્ણય; ખેડૂતોને ટેકાના ભાવે વધુ ઉપજ વેચવાની તક મળશે એસવીએન,ગાંધીનગર ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદીની મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યના કૃષિ વિભાગ અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ પગલાથી…

તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ, મમતા-સોનિયા મુલાકાતથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ

બંગાળના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા, વિલય અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે સંભવિત વિલયની અટકળોએ જોર પકડ્યું છે. વિવિધ મીડિયા અહેવાલો અને રાજકીય સૂત્રોના દાવા મુજબ, તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા Sonia Gandhi વચ્ચે થયેલી મુલાકાતો…

મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો? 20 TMC સાંસદોએ NDAને સમર્થન આપ્યાનો દાવો

કાકોલી ઘોષ દસ્તીદારના નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો, બળવાખોર સાંસદોના નામ હજુ ગુપ્ત એસવીએન,કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. પક્ષના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે ટીએમસીના આશરે 20 લોકસભા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કેન્દ્રની એનડીએ…

અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

ઈજાના કારણે હાર્દિક પંડ્યા આખી સીરિઝમાંથી બહાર, ઓલરાઉન્ડ વિભાગમાં વધશે પડકાર નવી દિલ્હી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ પહેલાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં સમગ્ર સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) દ્વારા જાહેર કરાયેલી મેડિકલ અપડેટ મુજબ…

મેડિકલ કુંડળી દ્વારા સિકલ સેલ નાબૂદીનું મહાઅભિયાન : પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગરમાં “સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો ગાંધીનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ–૨ના દ્વારકા હોલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે “સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી. આ…

Abu Dhabi T10 નવા યુગમાં પ્રવેશ્યું: ADCSHના સંપૂર્ણ નિયંત્રણ સાથે વૈશ્વિક વિસ્તરણની દિશામાં મોટો નિર્ણય

સરકાર સમર્થિત નવી રચના હેઠળ 10 વર્ષીય ફ્રેન્ચાઇઝ લાયસન્સ અને મજબૂત ગવર્નન્સ મોડલ લાગુ અબુ ધાબીક્રિકેટના સૌથી ઝડપી ફોર્મેટ ગણાતા Abu Dhabi T10 લીગે નવા યુગમાં પ્રવેશ કર્યો છે. Abu Dhabi Cricket & Sports Hub (ADCSH) દ્વારા ટૂર્નામેન્ટના બહુમતી માલિકી અને કોમર્શિયલ અધિકારો સંભાળવામાં આવ્યા છે. આ પગલાથી હવે આ લીગને અબુ ધાબી આધારિત અને…

બટરફ્લાય UTT સીઝન-7નો 9 જુલાઈથી પ્રારંભ, ડિફેન્ડિંગ ચેમ્પિયન યુ મુંબઈ અને ડેમ્પો ગોવા વચ્ચે બ્લોકબસ્ટર ઓપનર

26 જુલાઈએ ગ્રાન્ડ ફાઇનલ; અમદાવાદ APL પાઇપર્સ સહિત સાત ટીમો ખિતાબ માટે જંગ કરશે નવી દિલ્હીભારતની અગ્રણી ફ્રેન્ચાઇઝી ટેબલ ટેનિસ લીગ બટરફ્લાય અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન-7ની શરૂઆત 9 જુલાઈથી ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થશે. સીઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યુ મુંબઈ TT અને બે વખતની ચેમ્પિયન તથા યજમાન ટીમ ડેમ્પો ગોવા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 09-06-2026

ખેડૂતોને મોટી રાહત: નર્મદાની નહેરોમાં 11 જૂનથી સિંચાઈનું પાણી છોડાશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર…

ખેડૂતોને મોટી રાહત: નર્મદાની નહેરોમાં 11 જૂનથી સિંચાઈનું પાણી છોડાશે

ખરીફ પાકની તૈયારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સમયસર પાણી મળશે ગાંધીનગરગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં આગામી 11 જૂનથી નર્મદા નહેર પ્રણાલીમાં સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી છે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયથી ખરીફ સિઝનની તૈયારી કરી રહેલા લાખો ખેડૂતોને સીધો લાભ મળશે. ખાસ કરીને…

PoKમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે હિંસા, પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં 30થી વધુનાં મોત

નાગરિક અધિકારો અને જીવનજરૂરી સુવિધાઓની માંગ સાથે હજારો લોકો રસ્તા પર; ઇન્ટરનેટ સેવા બંધ કરાતા સ્થિતિ વધુ તંગ મુઝફ્ફરાબાદ, 9 જૂન:પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીર (PoK)માં નાગરિક અધિકારો અને આર્થિક પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણો સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. વિવિધ અહેવાલો મુજબ, પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણોમાં 30થી વધુ…

અમદાવાદમાં સગીરને નગ્ન કરી રસ્તા પર દોડાવ્યો, જૂની અદાવતમાં પાંચ શખ્સો સામે ગુનો

બે મહિના અગાઉ થયેલા અપમાનનો બદલો લેવા હુમલો કર્યાનો આક્ષેપ; વાડજ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી, અન્યની શોધખોળ શરૂ અમદાવાદઅમદાવાદના દુધેશ્વર-ઇન્કમટેક્સ વિસ્તાર નજીક કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. બે મહિના અગાઉ થયેલી મારપીટ અને અપમાનજનક ઘટનાનો બદલો લેવા માટે કેટલાક યુવકોએ એક સગીર પર હુમલો કરીને તેને જાહેરમાં નગ્ન હાલતમાં…