વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો અમદાવાદમાં પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજોની આગેકૂચ

હરવિંદર સિંહ અને ભાવનાએ ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યું ; આવતીકાલે પેરા કમ્પાઉન્ડમાં શીતલ દેવી સહિતના તીરંદાજો મેદાનમાં ઉતરશે અમદાવાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો આજે સત્તાવાર પ્રારંભ થયો હતો. સત્તાવાર પ્રેક્ટિસ અને સાધનોની તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિશ્વભરના પેરા તીરંદાજોએ વિવિધ કેટેગરીમાં પોતાની સ્પર્ધાત્મક સફરની શરૂઆત કરી હતી. પ્રથમ…

અમદાવાદમાં ચોથી વખત ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે

7થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસનો જમાવડો, ભારત સહિત અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુકે અને કોરિયાના ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ ગુજરાતમાં ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસોને વધુ વેગ મળવા જઈ રહ્યો છે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 7થી 12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કરવામાં…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અપસેટ

અયાઝ, પ્રથમ, વેદ, ખનક અને નિયતીએ ક્રમાંકિત ખેલાડીઓને હરાવી ચોંકાવ્યા સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના બીજા દિવસે મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા. અમદાવાદની ખનક શાહ અને સુરતની નિયતી પાઠકે વિમેન્સ રાઉન્ડ ઓફ 32માં જ્યારે સુરતના…

સુરત સ્ટ્રાઈકર્સની જોરદાર વાપસી, ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી હરાવ્યું

ગુજરાત સુપર લીગ-3માં પ્રથમ મેચની હાર બાદ સુરતની શાનદાર જીત; નંદકુમાર અને સિદ્ધાર્થ કોશીની બે-બે ગોલની મહત્વની ભૂમિકા અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ સુરત સ્ટ્રાઈકર્સે જોરદાર વાપસી કરતાં ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી પરાજય…

નૂરજહાં જમાનીનો આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસમાં ડબલ ધમાકો, સિલ્વર-બ્રોન્ઝ સાથે વર્લ્ડ રેન્કિંગમાં 19મા ક્રમે

ફિનલેન્ડમાં ITTF વર્લ્ડ પેરા ફ્યુચર લાહતી-2026માં ક્લાસ-7 સિંગલ્સમાં સિલ્વર અને સ્ટેન્ડિંગ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો; ભારતની નંબર-1 ખેલાડીએ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી અમદાવાદ અમદાવાદની પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ભારતની નંબર-1 નૂરજહાં નૂરઅલી જમાનીએ ફિનલેન્ડમાં આયોજિત ITTF World Para Future Lahti 2026માં શાનદાર પ્રદર્શન કરી બે મેડલ પોતાના નામે કર્યા છે. પજુલાહતી ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

૧૪ વર્ષીય જેન્સી કનાબરે જીતી J200 અસ્તાના ગર્લ્સ સિંગલ્સ ટ્રોફી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને…

E20 પછી ભારતનો ફ્લેક્સ-ફ્યુઅલ રોડમેપ તૈયાર, AIDA અને IIT દિલ્હીનો નવો શ્વેતપત્ર જાહેર

ઈથેનોલ આધારિત સ્વચ્છ પરિવહનને મળશે વેગ; ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના વ્યાપક ઉપયોગ સાથે ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ નવી દિલ્હી ભારતે સ્વચ્છ ઊર્જા અને હરિત પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) દિલ્હીએ સંયુક્ત રીતે E20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ પછીના…

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મોટો ઝટકો: ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાણો વિગત

ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક નવી દિલ્હી ઓસ્ટ્રેલિયા હંમેશાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓનું લોકપ્રિય સ્થળ રહ્યું છે. અહીંના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયા સરકારે એક લોકપ્રિય કોર્સને લઈને મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર વિદેશી વિદ્યાર્થીઓ પર પડશે. ‘ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફ મેનેજમેન્ટ’ પર…

૧૪ વર્ષીય જેન્સી કનાબરે જીતી J200 અસ્તાના ગર્લ્સ સિંગલ્સ ટ્રોફી

ઐતિહાસિક વિજય સાથે આગામી વર્ષના તમામ ચાર જૂનિયર ગ્રાન્ડસ્લેમ માટે મુખ્ય ડ્રોમાં સ્થાન નિશ્ચિત ભારતની યુવા અને પ્રતિભાશાળી ૧૪ વર્ષીય ટેનિસ ખેલાડી જેન્સી કનાબરે કઝાકિસ્તાનમાં યોજાયેલી J200 અસ્તાના ટેનિસ સ્પર્ધામાં ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. આ શાનદાર વિજય સાથે તેણે ભારતીય ટેનિસ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. રોમાંચક ફાઇનલ મુકાબલો અસ્તાના ખાતે રમાયેલી અત્યંત…

પાકિસ્તાન ક્રિકેટ ટીમ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે: રાશિદ લતીફનો પીસીબી પર પ્રહાર, બાબર આઝમ, હવે તારો વારો છે

લાહોર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા લેવાયેલા અચાનક અને વિવાદાસ્પદ નિર્ણયોએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ટીમમાં મોટા ફેરફારો અને કોચિંગ સ્ટાફને બદલવાની નીતિ સામે પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતીફે આકરા પ્રહારો કર્યા છે. પીસીબીની કાર્યશૈલી પર સવાલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં ચાલી રહેલી ઉથલ-પાથલ અને અજીબોગરીબ…

જસપ્રિત બુમરાહ ફિટ ન થાય તો કોણ લેશે તેની જગ્યા? આ ત્રણ ખેલાડીઓ રેસમાં સામેલ

ભારતીય ટીમ માટે મોટો ઝટકો: અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ પહેલાં ફિટનેસ ટેસ્ટ પર અટકી બુમરાહની ભાગીદારી, જો તે ફિટ નહીં થાય તો કયા ખેલાડીઓ બનાવી શકે છે જગ્યા? નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હાલમાં પોતાની ઈજામાંથી ઉભરી રહ્યો છે અને 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની T20I…

કર્ણાવતી નાઇટ્સનો રોમાંચક વિજય, વડોદરા વોરિયર્સને 2-1થી હરાવ્યું

વીસેશ પાંડેએ બે ગોલ ફટકારી ટીમને અપાવી જીત; શાનદાર ગોલકીપિંગ બદલ વિશાલ દુબે બન્યો જીતનો મહત્વનો હીરો અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયામાં રમાઈ રહી છે. આજે રમાયેલી પ્રથમ મેચમાં કર્ણાવતી નાઇટ્સે રોમાંચક મુકાબલામાં વડોદરા વોરિયર્સને 2-1થી હરાવી ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ પોઇન્ટ્સ મેળવ્યા હતા….

યલહંકા એરફોર્સ સ્ટેશન પર તમામ Do-228 વિમાનોનું પ્રભાવશાળી ‘એલિફન્ટ વોક’

ઓપરેશનલ તૈયારીઓ, જાળવણીની શ્રેષ્ઠતા અને ક્રૂની તાલીમ-કાર્યક્ષમતાનું શક્તિશાળી પ્રદર્શન બેંગલુરુ: ભારતીય વાયુસેનાના યલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે તમામ Do-228 વિમાનોનું ભવ્ય ‘એલિફન્ટ વોક’ યોજાયું હતું. એકસાથે ગોઠવાયેલા વિમાનોની આ રચનાએ વાયુસેનાની ઓપરેશનલ તૈયારી, જાળવણીની શ્રેષ્ઠતા, સુમેળભર્યા સંકલન તેમજ પાઇલટ અને ક્રૂની ઉચ્ચ સ્તરની તાલીમ અને કુશળતાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું. ઓપરેશનલ રેડીનેસનું શક્તિશાળી પ્રદર્શન Do-228 વિમાનોનું…

રાજકોટમાં ભારતીય નૌકાદળના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

બે દિવસના કાર્યક્રમમાં 1,500થી વધુ દર્શકો થયા મંત્રમુગ્ધ : દેશભક્તિના ગીતો અને સંગીતમય રજૂઆતથી રાજકોટ ગુંજી ઊઠ્યું રાજકોટ નાગરિકો સાથેના સંપર્ક અને જનજાગૃતિના પ્રયાસરૂપે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા રાજકોટમાં બે દિવસીય ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. તા. 2 અને 3 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ભરપૂર સંગીત અને આકર્ષક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં…

કામરેજમાં તાપી નદીના ધોવાણ સામે સુરક્ષા પાળાનું કામ પૂર્ણ

માત્ર 30 દિવસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરાઈ સુરક્ષા દીવાલ, નદીકાંઠાના પરિવારોને પૂરના જોખમમાંથી મોટી રાહત સુરત કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે ધોવાણ સામે રક્ષણ આપતી સુરક્ષા પાળાની કામગીરી પૂર્ણ થતાં નદીકાંઠાના પરિવારોને મોટી રાહત મળી છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર પહોંચી સુરક્ષા પાળાની પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગત…

રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી, સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસરની બદલી

વડોદરા SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મળી હતી ગંભીર ફરિયાદો : ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર બદલી અમદાવાદ/વડોદરા વડોદરાની સરકારી મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆત બાદ આરોગ્ય અને પરિવાર…

સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીક: NHRC સભ્ય વિજયા સાયાણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી નર્મદા ડેમની કામગીરી અને વિકાસકાર્યોની માહિતી મેળવી રાજપીપલા ગુજરાતના પ્રવાસે પધારેલા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના સભ્ય શ્રીમતી વિજયા સાયાણીએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ…

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો દબદબો, સુરત સ્ટ્રાઈકર્સને 4-0થી હરાવ્યું

મુકેશ કુમાર અને આદિત્ય કોહલીના શાનદાર પ્રદર્શનથી સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની એકતરફી જીત; આદિત્ય કોહલી મેન ઓફ ધ મેચ અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે શાનદાર પ્રદર્શન કરતા સુરત સ્ટ્રાઈકર્સને 4-0ના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. શરૂઆતથી જ મેચ પર પકડ જમાવનાર સૌરાષ્ટ્રની ટીમે બોલ પઝેશન જાળવી રાખીને આક્રમક રમતનું…

મ્યુનિસિપલ ચૂંટણીમાં MLA અને MPનો હસ્તક્ષેપ બંધ કરો: ચાણક્ય ગણ સમિતિની માગ

જયપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રાખવા રજૂઆત જયપુર: મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ધારાસભ્યો (MLA) અને સાંસદો (MP)ના હસ્તક્ષેપને લઈને ચાણક્ય ગણ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ શ્રી યોગેશ્વર નારાયણ શર્માના નેતૃત્વમાં સમિતિના પદાધિકારીઓએ જયપુર જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સંદેશ નાયકને આવેદનપત્ર સુપરત કરી મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન MLA…

પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ: પાલખી યાત્રાથી સેન નદીની ઐતિહાસિક જળયાત્રા સુધી હજારો લોકો જોડાયા

5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી…