દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં દુર્ગા વિદ્યાલયનો એક ઇનિંગ્સ અને 114 રને શાનદાર વિજય

અભય તોમારની 137 અને શ્લોક પટેલની 107 રનની સદી; પ્રથમ દાવમાં 350 રન બનાવી અંકુર સ્કૂલને હરાવી કરાઈ દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટી-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંકુર સ્કૂલ અને દુર્ગા વિદ્યાલય વચ્ચે રમાયેલી મેચમાં દુર્ગા વિદ્યાલયે એક ઇનિંગ્સ અને 114 રને શાનદાર વિજય મેળવ્યો હતો. કરાઈના પાયોનિયર-એ ગ્રાઉન્ડ ખાતે 21 અને 22 ઑક્ટોબરે રમાયેલી આ મેચમાં…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 22-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 કલાકમાં જ ભાજપમાં બળવો, 17 સભ્યો એકજૂથ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ-2027નું શેડ્યૂલ જાહેર: ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગ્રૂપમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી બાંગ્લાદેશ અને નેપાળમાં રમાશે ટુર્નામેન્ટ | 16 ટીમો વચ્ચે ટાઇટલ માટે જંગ | ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 22 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે અભિયાન શરૂ કરશે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ-2027નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની ત્રીજી આવૃત્તિમાં કુલ 16 ટીમો ભાગ લેશે….

છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 કલાકમાં જ ભાજપમાં બળવો, 17 સભ્યો એકજૂથ

ઉપપ્રમુખની આગેવાનીમાં ચીફ ઓફિસરને પત્ર પાઠવાયો; બહુમતી સભ્યોની મંજૂરી વિના વિકાસનાં બિલો પાસ કરવા અને નવી ભરતી કરવા સામે રજૂઆત છોટા ઉદેપુર: છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના શાસન હેઠળની નગરપાલિકામાં પ્રમુખની પસંદગીના ગણતરીના કલાકોમાં જ આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉપપ્રમુખ સહિત કુલ 17 સભ્યોએ એકજૂથ…

ગુજરાતમાં સોલાર રૂફટોપ પર 90% સુધી સબસિડીનો દાવો: 1 kW સિસ્ટમ માટે માત્ર રૂ. 5,400નો ખર્ચ!

કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી સામાન્ય વર્ગના પરિવારોને મોટી રાહતનો દાવો; SC/ST લાભાર્થીઓ માટે 95% સુધી સહાયની જોગવાઈની વિગતો સામે આવી ગાંધીનગર: ગુજરાતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા ઇચ્છતા પરિવારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મુફ્ત બિજલી યોજના હેઠળ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસિડી આપવાની જાહેરાત…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ: ભારતની મહિલા અને પુરુષ ટીમ પ્રથમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે

અમદાવાદમાં ૨૩થી ૩૧ ઑક્ટોબર સુધી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ૧૩ દેશોની ૨૩ ટીમો વચ્ચે ૬૨ મુકાબલા રમાશે અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે, શુક્રવારથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થશે. આ ઐતિહાસિક સ્પર્ધામાં ભારતની મહિલા અને પુરુષ ટીમો પ્રથમ કોમનવેલ્થ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ૨૩થી ૩૧ ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ…

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓક્ટોબરે આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધન કરશે

નવી દિલ્હીમાં યોજાઈ રહેલી કોન્ફરન્સમાં ભારતીય સેનાની ઓપરેશનલ સજ્જતા, ક્ષમતા વિકાસ અને ભવિષ્યલક્ષી પરિવર્તન અંગે સમીક્ષા કરાશે નવી દિલ્હી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધિત કરશે. 21થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ભારતીય સેનાના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ એકત્રિત થઈને સેનાની કામગીરી, વર્તમાન પહેલો,…

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સમીક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી ઉજવણીનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું રાજપીપળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની…

ગુજરાતની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાનને વેગ: 6 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો નિકાલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીથી 1,800 રૂમ જેટલી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ બની; દર્દીઓની સુવિધાઓ વિકસાવવા મળશે મદદ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા તથા વર્ષોથી પડેલી બિનઉપયોગી સામગ્રીનો નિકાલ કરવા હાથ ધરાયેલા અભિયાનને વેગ મળ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ…

કાશીના આકાશમાં શૌર્યની ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોોબેટિક ટીમ ઉડાન ભરશે

‘વિંગ્સ ઓવર ગંગા’ અંતર્ગત સૂર્ય કિરણ ટીમના અદભુત હવાઈ કરતબો, સચોટ ફોર્મેશન અને શાનદાર તાલમેલથી રોમાંચિત થશે કાશીનું આકાશ વારાણસી: કાશીની પાવન ધરતી પર ભારતીય વાયુસેનાની શૌર્યગાથા અને હવાઈ કૌશલ્યનો અદભુત નજારો જોવા મળશે. ‘વિંગ્સ ઓવર ગંગા’ (Wings Over Ganges) કાર્યક્રમ અંતર્ગત ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્ય કિરણ એરોોબેટિક ટીમ પોતાના શાનદાર હવાઈ કરતબો રજૂ કરીને…

જામનગરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને આવકાર્યા

વિશ્વના સૌથી મોટા રિફાઇનરી સંકુલની મુલાકાત દરમિયાન ઊર્જા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ટેક્નોલોજી અને ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારી સહયોગની તકો અંગે ચર્ચા જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું જામનગર ખાતે સ્વાગત કર્યું હતું. વિશ્વના સૌથી મોટા રિફાઇનરી…

નુવોકોની ‘દસ સાલ બેમિસાલ’ની ઉજવણી: વિકાસ, નવીનતા અને સંસ્થાનિર્માણની દાયકાની સફર

નિમ્બોલ ખાતે સિમેન્ટ પ્લાન્ટથી 27 MMTPA ઉત્પાદન ક્ષમતા સુધીની સફર; FY 2027-28 સુધીમાં ક્ષમતા વધારીને 35 MMTPA કરવાનો લક્ષ્યાંક મુંબઈ ભારતની અગ્રણી બિલ્ડિંગ મટિરિયલ્સ કંપની નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ દ્વારા ‘દસ સાલ બેમિસાલ’ થીમ હેઠળ વિકાસ, નવીનતા અને સંસ્થાનિર્માણની દાયકાની સફરની ઉજવણી કરવામાં આવી રહી છે. હિંમતભર્યા નિર્ણયો, કર્મચારીઓના સામૂહિક પ્રયાસો અને લાંબા ગાળાના વિઝનના…

નીરુ, સુરુચી અને હિમાંશુ સહિતના ભારતીય શૂટર્સ દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીઓ શરૂ કરશે

૨૨ ઓક્ટોબરથી ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે રાષ્ટ્રીય કેમ્પનો પ્રારંભ; દોહામાં ૧થી ૧૪ નવેમ્બર દરમિયાન યોજાશે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફિકેશનની પણ શરૂઆત થશે નવી દિલ્હી દોહા, કતારમાં યોજાનારી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૨૬ માટે ભારતીય શૂટિંગ ટીમે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય ટીમના પસંદગી પામેલા ખેલાડીઓ…

ભારતીય વાયુસેનાની ડ્રોન અને ઓટોનોમસ સિસ્ટમ્સ અંગે ઉદ્યોગો સાથે બેઠક

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી; સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્વાયત્ત સિસ્ટમ્સ અને આત્મનિર્ભરતા પર ભાર નવી દિલ્હી ભારતીય વાયુસેના (IAF) દ્વારા ડ્રોન અને સ્વાયત્ત પ્રણાલીઓ (Unmanned and Autonomous Systems) ક્ષેત્રે દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગો સાથે સંવાદ સાધવાના હેતુથી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે…

વર્લ્ડ બોક્સિંગ U-19 ચેમ્પિયનશિપમાં પ્રાચી તોકસે ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો

એશિયન U-19 સિલ્વર મેડલ વિજેતા પ્રાચી તોકસ 80+ કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં પહોંચી; હર્ષિકા અને લક્ષુ પણ મેડલથી એક જીત દૂર, ધ્રુવનો પરાજય નવી દિલ્હી મોન્ટેનેગ્રોના બુડવામાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ U-19 ચેમ્પિયનશિપ-2026માં ભારતીય બોક્સર પ્રાચી તોકસે શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે. એશિયન U-19 ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પ્રાચીએ મહિલાઓના 80…

ફ્રેક્ચરને માત આપી મુંબઈના હમઝા બાલાસિનોરવાલાએ નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યું

14 વર્ષના હમઝાએ જુનિયર મેક્સ કેટેગરીમાં ‘નેશનલ સેકન્ડ રનર-અપ’નો ખિતાબ જીત્યો; ઇજામાંથી સાજા થઈ સતત શાનદાર પ્રદર્શન કરીને પ્રતિભા સાબિત કરી બેંગલુરુ દૃઢ મનોબળ, સખત મહેનત અને રેસિંગ પ્રત્યેના અતૂટ જુસ્સાના બળે મુંબઈના 14 વર્ષીય યુવા કાર્ટિંગ રેસર હમઝા મુર્તુઝા બાલાસિનોરવાલાએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. ક્રેસ્ટ મોટરસ્પોર્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા હમઝાએ 2026 FMSCI RMC…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 21-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

પાકિસ્તાન સરકારની મંજૂરી ન મળતાં કબડ્ડી ટીમ અમદાવાદ નહીં આવે; ભારતે વિઝા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી: ઠાકુર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી, 145 શહીદ પોલીસકર્મીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પોલીસ શહીદ સ્મૃતિ દીવાલ સહિત આધુનિક તાલીમ સુવિધાઓનું ઉદ્ઘાટન; 20 જેલ સહાયકોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર ખાતે બુધવાર, 21 ઓક્ટોબર, 2026ના રોજ પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશની સુરક્ષા, નાગરિકોની રક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે કરી મુલાકાત

ગુજરાત નેવલ એરિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ સહિત ભારતીય નૌસેનાની કામગીરી અંગે મુખ્યમંત્રીને અવગત કરાયા; રાજ્યમાં નાગરિક-સૈન્ય સંકલન વધારવા અંગે ચર્ચા ગાંધીનગર ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌસેના કમાન્ડ (વેસ્ટર્ન નેવલ કમાન્ડ–WNC)ના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયને બુધવાર, ૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી…

એકતા નગરની ઈમારતો પર પીઠોરા આર્ટની રંગત, આદિવાસી સંસ્કૃતિને મળી નવી ઓળખ

૧૨ હજાર વર્ષ જૂની પરંપરાગત ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડતા પદ્મશ્રી પરેશ રાઠવા | વડાપ્રધાનના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પીઠોરા આર્ટનું વિશેષ પેઈન્ટિંગ ખાસ લેખ: મેહુલ વાંઝવાલા. રાજપીપલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવતું એકતા નગર આજે માત્ર પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ…