સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કપ 2024ની પૂર્ણાહૂતિ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ- કોલકત્તા વિજેતા બની
મુંબઇ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કપ 2024ની ભારતની આવૃતિની ફાઈનલ લીગ મુંબઈમાં સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, કોલકત્તાની ટીમ વિજેતા બની હતી. 5-એ-સાઈડ, 10 મિનિટ કોર્પોરેટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જોરદાર ફૂટબોલ એક્શન જોવા મળ્યું, જેમાં 7 શહેરોની વિજેતા ટીમ પ્રતિષ્ઠિત ટ્રોફી અને ઇનામ માટે સ્પર્ધા કરી રહી હતી. અંતે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, કોલકત્તા ટીમએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ હૈદ્રાબાદ ટીમને (4-0)થી હરાવીને ઇન્ડિયા એડિશન ઓફ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કપ 2024ની વિજેતા તરીકે ઉભરી આવી હતી. અંતિમ ઇવેન્ટમાં લીવરપૂલ ફૂટબોલ ક્લબના મહાન ખેલાડી સ્ટિવ મેકમેનામેન, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાજર રહ્યા હતા. વિજેતા ટીમ હવે, રેડ્સની રમત જોવા માટે લિવરપૂલ ફૂટબોલ ક્લબના પ્રતિષ્ઠિત ઘર એવા એનફિલ્ડની મુલાકાત લેશે અને તેમને લાઈવ ઇંગ્લિશ પ્રિમિયર લીગના રોમાંચક વાતાવરણ માણવાનો મોકો મળશે. તેમને એક ખાસ સ્ટેડિયમ ટૂર પણ મળશે, જેમાં હોમ ટીમના ડ્રેસિંગ રૂમમાં પડદા પાછળની એન્ટ્રી તથા જાણિતા પ્લેયર્સની ટનલનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે નિતિન ચેંગપ્પા, એમ, ડી હેડ અફ્લુઅન્ટ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ બ્રાન્ચ બેકિંગ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઇન્ડિયા કહે છે, “એસસી કપ 2024 એ અમને કેટલીક શાનદાર રમત, તેમજ જોરદાર સ્પર્ધાની સાથોસાથ ટીમ સ્પિરિટ પણ જોવાનો મોકો આપ્યો છે. બેંક, 165 વર્ષથી વધુ સમયથી ભારતમાં હાજર છે, તે ટુર્નામેન્ટ દ્વારા ‘Here for good’ના અમારા બ્રાન્ડ વાયદાને આધારે અમે સતત અમારા વૈશ્વિક ગ્રાહકો સાથે સતત ચર્ચા કરી રહ્યા છીએ, તે જ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે- આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નોંધપાત્ર રમતગમત અને સમર્પણ દર્શાવવા બદલ તમામ ભાગ લેનાર તમામ ટીમોનો અમે આભાર માનીએ છીએ.”…
