બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડિવિડન્ડ યીલ્ડ ફંડની રજૂઆત

Spread the love

ડિવિડન્ડ ચૂકવતી વેલ-ડાયવર્સિફાઈડ કંપનીઓએટલે કે ડિવિડન્ડ ચૂકવતી અને વૃદ્ધિ કરતી કંપનીઓનો પોર્ટફોલિયો

મુંબઈ

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પરિબા ડિવિડન્ડ યીલ્ડ ફંડની શરૂઆતની જાહેરાત કરી છે, જે મુખ્યત્વે ડિવિડન્ડ યીલ્ડિંગ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ઇક્વિટી રોકાણો મૂડી વૃદ્ધિ તેમજ ડિવિડન્ડની આવક બંને દ્વારા સંપત્તિનું સર્જન કરે છે. જેમ કે આ વ્યૂહરચનાનો હેતુ એવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે જે ડિવિડન્ડ આપે છે અને વિકસતી રહે છે

ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 22મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે.

સ્કીમની ઝલક: બરોડા બીએનપી પરિબા ડિવિડન્ડ યીલ્ડ ફંડનો ઉદ્દેશ અનુમાનિત અને સ્થિર રોકડ પ્રવાહ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાનો છે, જેનું નેતૃત્વ એવા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે જે નિયમિત ડિવિડન્ડ સાથે લાભદાયી શેરધારકોને પ્રાથમિકતા આપે છે. રોકાણનો અભિગમ એ ગ્રોથ કંપનીઓમાં રોકાણ કરવાનો છે જે રોકાણકારોને નિયમિત ડિવિડન્ડ અને બાયબેક દ્વારા પણ વળતર આપે છે.

ફંડ ઉચ્ચ ફ્રી કેશ ફ્લો અને નિયમિત ડિવિડન્ડ ચૂકવવાનો ઈતિહાસ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરશે. ફંડ વ્યાજબી કિંમત ધરાવતી કંપનીઓનો માર્કેટ કેપ એગ્નોઈસ્ટિક પોર્ટફોલિયો બનાવવા માટે પાંચ-તબક્કાની પસંદગી પ્રક્રિયાને અનુસરે છે અને ડિવિડન્ડ ટ્રેપ્સ કંપનીઓને કંપનીઓને ટાળે છે.

મુખ્ય લક્ષણો અને લાભો:

ઉચ્ચ ફ્રી કેશ ફ્લો: ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ ઊંચો ફ્રિ કેશ ફ્લો ધરાવે છે, જે બદલામાં તેમના શેરના ભાવ પર સકારાત્મક અસર કરે છે.

પ્રમોટરનું એલાઈનમેન્ટ: શેરધારકોને ડિવિડન્ડનો રિવોર્ડ આપતા પ્રમોટરો લઘુમતી શેરધારકો સાથે જોડાયેલા હોય એવું  દર્શાવે છે.

કામગિરીની બારીકી: નાણાકીય વર્ષ 2009થી 16 માંથી 10 વર્ષોમાં, નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટીઝ 50 TRI એ નિફ્ટી 500 TRI ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. ઑક્ટોબર 2007માં નિફ્ટી 500 TRIમાં 1 લાખ રૂપિયાનું રોકાણ વધીને રૂપિયા 6.7 લાખ થયું હશે, જ્યારે નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટીઝ 50 TRIમાં રોકાણ કરાયેલ સમાન રકમ 31 જુલાઈ, 2024 સુધીમાં વધીને રૂપિયા 10.4 લાખ થઈ હશે. (સ્રોત: એનએસઈ અને આંતરિક સંશોધન. પાછલી કામગિરિ ભવિષ્યમાં સ્થિર રહે અથવા ન પણ રહે.)

વૈવિધ્યકરણ: વિવિધ ક્ષેત્રો અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં વિવિધતા, જોખમો ઘટાડે છે અને સંભવિત વળતરમાં વધારો કરે છે જેથી ફંડને ફાયદો થાય છે.

બરોડા બીએનપી પરિબા ડિવિડન્ડ યીલ્ડ ફંડનું સંચાલન બરોડા બીએનપી પરિબા એએમસીમાં 24 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઇક્વિટીના સિનિયર ફંડ મેનેજર અને અનુભવી નિષ્ણાત શિવ ચાનાની દ્વારા કરવામાં આવશે.

બરોડા બીએનપી પરિબા એએમસીના સીઈઓ સુરેશ સોનીએ કહ્યું કે, “નાણાકીય વર્ષ 2020થી નિફ્ટી 500 ઘટકોના અભ્યાસ મુજબ, ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ ડિવિડન્ડ નહીં ચૂકવતી કંપનીઓ કરતાં ઇક્વિટી પર વધુ સરેરાશ વળતર ધરાવે છે. નાણાકીય વર્ષ 2024માં, આ ડિવિડન્ડ-ચુકવણી કરતી કંપનીઓનો સરેરાશ આરઓઈ 20.5% હતો જેની સામે ડિવિડન્ડ નહીં ચુકવતી કંપનીઓનો 13.4% *  હતો. ફંડનો ઉદ્દેશ્ય શેરહોલ્ડર-ફ્રેંડલી મેનેજમેન્ટ પ્રેક્ટિસ સાથે ઉચ્ચ-ગુણવત્તાવાળા વ્યવસાયોના પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનો રહેશે.”

31મી માર્ચ 2024 મુજબનો ડેટા. *સ્રોત: એસ ઇક્વિટી અને આંતરિક.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *