હીરામણિ સ્કૂલના એથ્લેટિક્સ અને વૉલીબોલના ખેલાડીઓ જિલ્લા કક્ષાએ રમવા જશે

Spread the love

એથ્લેટિક્સ

પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની એથ્લેટિક્સની અન્ડર-14,17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.13-08-24, મંગળવારના રોજ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં  હીરામણિ સ્કૂલના ભાઈઓ અને બહેનોએ અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.

વોલીબોલ

પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની વૉલીબોલની અન્ડર-14, 17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.24-07-24 અને 25-07-24 બુધવાર અને ગુરુવારના રોજ હીરામણિ સ્કૂલ, છારોડી ખાતો યોજાઈ ગઈ.  આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14 બહેનોની ટીમ રનર્સ-અપ બની હતી. જેમાં પસંદગી થયેલી બહેનો જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.

વિજેતા ખેલાડીઓને અને વ્યાયામ શિક્ષકોને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. વરુણ અમીને અભિનંદન આપ્યા હતા.

Total Visiters :126 Total: 1499380

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *