નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે અભૂતપૂર્વ પ્રતિસાદ મળતાં આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન સ્વદેશ લંબાવ્યું
મુંબઈ પરંપરાગત કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક આપનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રદર્શન સ્વદેશની સમય મર્યાદા વધારવાનો નિર્ણય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે લીધો છે. આ પ્રદર્શન એક એવી જગ્યા છે જ્યાં મુલાકાતીઓને પિછવાઈ, તાંજોર, પટ્ટચિત્ર, પટોળા, વેંકટગીરી, બનારસ, પૈઠણ અને કાશ્મીરના વણાટ તથા જયપુરના બ્લુ પોટરી જેવા પ્રખ્યાત પરંપરાગત કળા સ્વરૂપોના કુશળ નિષ્ણાત કારીગરોને કામ…
