એશિયાઈ સિંહોમાં CDV અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જૂનાગઢ અખબારી અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ…