જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ, ભારતમાં ટોપ-એન્ડ રિટેલ અને મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો
મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે. મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર…
