ભારતીય સંદર્ભે ગુજરાતમાં ફૂટબોલ
-પરિમલ નથવાણી ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે ભારતીય ફૂટબોલમાં ગુજરાતનું સ્થાન શું છે અને…
