સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર : ઈન્ટરમિડીયેટમાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ
અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 14.05 ટકા પરિણામ અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધી તલાટી દેશમાં 12મા ક્રમાંકે અમદાવાદ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અંગે…
