એસ્ટેરિયા એરોસ્પેસે તેના સ્વદેશી રીતે વિકસિત એટી-15 વીટીઓએલ ડ્રોનની ડિલિવરી કરતાં આકાશમાં ભારતીય સેનાની બાજ નજર વધુ તીવ્ર બની

એક ફૂલ-સ્ટેક ડ્રોન ટેક્નોલોજી કંપની એસ્ટેરિયા એરોસ્પેસે ભારતીય સેનાને તેના એટી-15 વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ (વીટીઓએલ) ડ્રોનના અત્યાર સુધીના સૌથી મોટા કોન્ટ્રાક્ટ હેઠળ ડ્રોનની સફળ ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન એસ્ટેરિયાની આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને સંરક્ષણ તથા માતૃભૂમિની સુરક્ષા કરતી એજન્સીઓની તાતી જરૂરિયાતોને પહોંચી વળવા અત્યાધુનિક સોલ્યૂશન્સ પૂરા પાડે…