9 કિલો વજન સાથે પાંચ મિનિટમાં 750 સ્કિપ્સ! અમદાવાદની બોક્સર કાવ્યા જોશીનો વર્લ્ડ રેકોર્ડ
18મા જન્મદિવસે અનોખી સિદ્ધિ હાંસલ કરી; રોપ સ્કિપિંગની 25 અલગ-અલગ શૈલીઓનું કર્યું પ્રદર્શન, છ મહિનાની સઘન તૈયારી અને પગની ગંભીર ઈજાને માત આપીને સફળતા હાંસલ કરી અમદાવાદ દૃઢ મનોબળ, સખત પરિશ્રમ અને અડગ સંકલ્પ હોય તો કોઈપણ પડકારને પાર કરી શકાય છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ અમદાવાદની યુવા નેશનલ લેવલની બોક્સર કાવ્યા હિતેશ જોશીએ પૂરું પાડ્યું…
