રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વીડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું

અમદાવાદ વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’  શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

નવી દિલ્હી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે, નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને ‘પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના’ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત…

પ્રથમગુજરાત સુપર લીગ (GSL)ની ટ્રોફીનું પરિમલ નથવાણીએ અનાવરણ કર્યું

GSL ગુજરાતમાં ફૂટબોલના વિકાસનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન છેઃ નથવાણી અમદાવાદ ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. નથવાણીએ આ…

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ

રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય…