મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવેપ્રેક્ષકોનાં મન મોહી લીધાં

મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમઃ ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા અને અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સંસદસભ્ય અને રિલાયન્સ…