2500 વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા 126 શાસ્ત્રીય રાગોના ગ્રંથ “રાગોપનિષદ્નું”નું લોકાર્પણ
વિવિધ રાગમાલાઓનો સંચય રાગોપનિષદ સંગીતપ્રેમીઓ માટે સંભારણું બનશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં સદીઓથી સંગીતની આગવી પરંપરા રહી…
