બિલિકિસ કેસના આરોપીઓની આત્મસમર્પણ માટે વધુ સમયની અપીલ ફગાવાઈ

Spread the love

આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દેતાં તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે

નવી દિલ્હી

બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *