બીજુ જનતાદળનું 15 વર્ષ બાદ ફરી ભાજપ સાથે જોડાણ

Spread the love

પીએમ મોદીએ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એકબીજાના જાહેરમાં વખાણ કર્યા ત્યારથી ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું હતું

ઓડિશા

મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળના ઓડિશાના શાસક બીજુ જનતા દળે, એનડીએ છોડ્યાના 15 વર્ષ પછી આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ માટે બીજેપી સાથે ફરીથી જોડાણ કર્યું છે. બીજેડીએ 11 વર્ષની રાજકીય ભાગીદારી બાદ 2009માં બીજેપીની આગેવાની હેઠળની એનડીએમાંથી સીટ વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ જવાને કારણે છોડી દીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઓડિશા રાજ્યના પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ મુખ્ય પ્રધાન નવીન પટનાયક પર મૌન રહ્યા. ઉલટું પીએમ મોદીએ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એકબીજાના જાહેરમાં ભારોભાર વખાણ કર્યા હતા. ત્યારથી ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું હતું.
રાજકીય જાણકારોના મતે ભાજપ અને બીજદ વચ્ચે ગઠબંધનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. તેથી, જ્યારે નીતીશ કુમાર નવીન પટનાયક પાસે ભારત ગઠબંધનમાં જોડાવાનો પ્રસ્તાવ લઈને ગયા હતા ત્યારે ઓડિશાના સીએમએ સાથે આવવાની ના પાડી દીધી હતી. બીજેડી મોટાભાગે સંસદમાં મોદી સરકારના એજન્ડાને સમર્થન આપી રહી છે. બીજેડીએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને સમર્થન પણ આપ્યું હતું.
બુધવારે ભુવનેશ્વરમાં પટનાયકના નિવાસ સ્થાન નવીન નિવાસ ખાતે બીજેડીના નેતાઓએ ત્રણ કલાક લાંબી બેઠક યોજી હતી. દરમિયાન, ઓડિશા ભાજપના નેતાઓએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના વડા જેપી નડ્ડા સાથે પણ બેઠક કરી હતી, જેમાં તેઓએ નવીન પટનાયકની બીજેડી સાથે સંભવિત જોડાણ સહિત ચૂંટણીના મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી હતી. બીજેડીએ પણઓડિશાના લોકોના મોટા હિતોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું હતું.
ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની 147 બેઠકો છે. 2019 માં, ભાજપે 8 સંસદીય મતવિસ્તારો અને 23 વિધાનસભા બેઠકો જીતી હતી, જ્યારે બીજેડીએ 12 સંસદીય ક્ષેત્ર અને 112 વિધાનસભા બેઠકો જીતી હતી. ઓડિશામાં આ વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. એમ જાણવા મળી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સીટ શેર વધારે હોઇ શકે છે, જ્યારે વિધાન સભાની ચૂંટણીમાં બીજેડીનો સીટ શેર વધારે હશે અને મુખ્ય પ્રધાન પણ બીજેડીનો જ હશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *