મજનુ કા ટીલા રેફ્યુજી કેમ્પમાં રહેતા 180 પરિવારને જમીન ખાલી કરવા નોટિસ

Spread the love

નાગરિકો અહીંથી શિફ્ટ થઈને શેલ્ટર હોમ, ગીતા કોલોની, રેઈન બસેરા, દ્વારકા અને રેઈન બસેરા દ્વારકા સેક્ટર 1માં રહી શકે છે, જો કે હિન્દુ શરણાર્થીઓએ તેને ફગાવી દીધો

નવી દિલ્હી 

ત્રાસ અને કનડગતના કારણે પાકિસ્તાનથી આવતા અને મજનુ કા ટીલા રેફયુજી કેમ્પમાં રહેતા 180 પરિવારો પર ‘બુલડોઝર’નો ખતરો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (ડીડીએ) બુધવારે આ પરિવારોને એનજીટીના આદેશને ટાંકીને જમીન ખાલી કરવાની નોટિસ આપી હતી.

ડીડીએ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં એનજીટીના 13 જાન્યુઆરી, 2015ના આદેશને ટાંકવામાં આવ્યો છે. આ સાથે 2 ઓગસ્ટ, 2022ના આદેશને પણ ટાંકવામાં આવ્યો છે. આ અંતર્ગત યમુના પૂર વિસ્તારમાંથી અતિક્રમણ હટાવવાની વાત થઈ રહી છે.

ડીડીએએ જણાવ્યું કે નાગરિકો અહીંથી શિફ્ટ થઈને શેલ્ટર હોમ, ગીતા કોલોની, રેઈન બસેરા, દ્વારકા અને રેઈન બસેરા દ્વારકા સેક્ટર 1માં રહી શકે છે. જો કે હિન્દુ શરણાર્થીઓએ તેને ફગાવી દીધો છે. તેઓ કહે છે કે તેઓ અહી જ રહેશે કારણ કે બીજી જગ્યાએ કામ-કાજ મળશે નહીં અહીં આસપાસ રોજગાર મળી રહે છે.

પાકિસ્તાનથી આવેલી હિન્દુ શરણાર્થી લક્ષ્મીએ જણાવ્યું કે ‘તેમનો પરિવાર 2020માં ભારત આવ્યો હતો. અને હવે તે અહીથી ક્યાય જવા માંગતી નથી. તે જણાવે છે કે આખો પરિવાર મજૂરી કરે છે ત્યારે માંડ એક ટક ઘરમાં ચૂલો સળગે છે. સારા જીવન માટે અમે અહી આવ્યા હતા. હવે અહીઓથી પાછું બીજે જવું તે કોઈ નરકથી કમ નહીં રહે. ભારત સરકારને અપીલ કરે છે કે તેને અહીથી બીજે ક્યાય મોકલે નહીં, ભારત સરકાર પર અમને ભરોસો છે. ‘

12 ધોરણમાં અભ્યાસ કરતો પવન કુમાર જણાવે છે કે કેટલાક વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા છે. તેઓ ચિંતામાં છે કે સ્થળાંતર કરે કે પછી પરીક્ષાઓની તૈયારી કરે?

ડીડીએની કાર્યવાહીના ડરથી લોકોએ બપોર સુધી દુકાનો અને ઠેલાઓ બંધ રાખ્યા હતા. આ પછી સાંજે કેટલીક દુકાનો ખોલવામાં આવી હતી. જેમાં લોકો રોજબરોજની વસ્તુઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા. સામાન ખરીદવા દુકાન પર પહોંચેલી પૂજાએ કહ્યું કે તેને અહીંથી ક્યારે નીકળવું પડશે તે કોઈને ખબર નથી. આવી સ્થિતિમાં જો જમવાનું હશે તો રાત નીકળી જશે, ‘આવા પણ દિવસો જોવા પડશે તેવો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *