Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ગ્રીસના વડાપ્રધાનને મળવા જતાં જેલેન્સ્કીના કાફલા નજીક રશિયન મિસાઈલનો હુમલો

Spread the love

યુક્રેનના રાષ્ટ્રપતિ માંડ બચ્યા, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો

કીવ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા હતા તે દરમિયાન તેના કાફલાની ખૂબ નજીક રશિયાની મિસાઈલે હુમલો કર્યો હતો, જેમાં ઝેલેન્સ્કી માંડ-માંડ બચ્યાં હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુક્રેનના રાષ્ટ્રપતિ અને ગ્રીસના વડાપ્રધાન ઓડેસામાં મળવાના હતા. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો હતો. નોંધનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ગયા મહિને જ બે વર્ષ પૂરા થયા હતા. ઘણા પ્રયત્નો છતાં બંને દેશો વચ્ચે હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ શકી નથી. થોડા-થોડા દિવસે સતત ડ્રોન હુમલા અને મિસાઈલ હુમલાના અહેવાલો આવતા રહે છે.

આ યુદ્ધને લઈને યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સરવેમાં ખૂબ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે, જેમાં યુરોપના મોટાભાગના લોકો રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપે છે. જો કે, 10માંથી માત્ર એક જ માને છે કે યુદ્ધમાં યુક્રેન જીતી શકે છે, જ્યારે મોટાભાગના લોકો માને છે કે આ યુદ્ધ માત્ર કરાર દ્વારા જ સમાપ્ત થઈ શકે છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણાને બદલે જવાબી કાર્યવાહીનું સમર્થન કરે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *