ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળીને આવેલી પત્નીની પતિએ હત્યા કરી

મૃતક અંજલીનો પતિ પુષ્પેન્દ્ર અવારનવાર દારૂ-ગાંજાનું સેવન કરી માથાકૂટ કરતો હતો રાજકોટ   શહેરમાં ગઈકાલે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળી પરત પોતાના ઘરે પહોંચેલી 25 વર્ષીય પરિણીતાની તેના પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા ખરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર થઈ ગયેલા પતિની શોધખોળ શરૂ કરીને વધુ તપાસ હાથ…

7થી 11 જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે અમદાવાદગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન…

રાજ્યમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર જશે, 4 જૂને યલો એલર્ટ

રાજ્યના કમોસમી વરસાદથી ઘટેલા તાપમાનમાં હવે 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે અમદાવાદરાજ્યમાં આજથી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદવાદમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે ગરમીની પણ આગાહી કરી છે. રાજ્યમાં…

પિતરાઈ ભાઈથી ગર્ભ રહેતા નવજાતને જંગલમાં દાટી દીધી

સુરતકામરેજના ઘલા ગામે બે સંતાનોના હવસખોર પરણિત પિતરાઈ ભાઈએ કુંવારી બહેનને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. 20 વર્ષની કુંવારી બહેનની ડિલીવરી થતાં બાળકીનો જન્મ થતાં યુવતીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાજમાં આબરૂ ન જાય તે બીકે યુવતીના પિતા અને ફોઈએ તાજી જન્મેલી બાળકીને જંગલમાં ખાડો…

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ

ગાંધીનગરગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ અને ટકાવારીમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે. જો કે ગત વર્ષ કરતા પરિણામમાં અડધો ટકા ઓછુ…

રૂપાણીને દિલ્હી, નીતિન પટેલને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ

અમદાવાદ2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે….

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક-કાર ટકરાતાં ત્રણનાં મોત

અમદાવાદગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર…

ધોરણ-10નું ગત વર્ષ કરતા 1.3 ટકા વધુ 64.22 ટકા પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75 ટકા, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.75 ટકા

અમદાવાદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સવારે 8 વાગ્યે જાહેર થઈ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી…

28-29 મેએ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ એક…