મણિપુરમાં મૈતેઈ દ્વારા પણ બીરેનસિંહના રાજીનામાની માગ

બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો, મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ઈમ્ફાલ મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જોવા…

ઈન્ડિયાના ગઢન છતાં લોકસભામાં એનડીએનો ઘોડો વિનમાં રહેવાનાં સંકેત

રાજસ્થાનમાં એનડીએને 21 હિમાચલમાં 3, કર્ણાટકમાં 20, છત્તિસગઢમાં સાત બેઠક મળે એવી સર્વેમાં શક્યતા વ્યક્ત કરાઈ નવી દિલ્હી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. પ્રાદેશિક પક્ષો પણ તેમની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે. જેથી તેમને યોગ્ય ધ્યાન અને જરૂરિયાત મુજબની ભૂમિકા મળી શકે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

રાહુલ ગાંધીના સાંસદપદને લોકસભા સ્પિકરે મંજૂરી આપી

વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર, કોંગ્રેસમાં ખુશીની લહેર નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ હવે તેમના સાંસદ સભ્ય પદને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે લોકસભા સ્પીકરે તેમના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા…

અલવર જિલ્લા વિધાનસભાની અનામત બેઠક ખેડલીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન

અલવર જિલ્લા વિધાનસભાની અનામત બેઠક ખેડલીમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયપુરના કન્વીનરો યોગેશ્વર નારાયણ શર્મા, સંજય તિવારી, રમાકાંત શર્મા, કર્નલ આર.કે. એસ. રાજપુરોહિત અને રણજીત સિંહે ભાગ લીધો હતો અને મિશનની માંગણીઓ વિશે માહિતગાર કર્યા હતા અને 1961 પહેલા બે સભ્યોની ચૂંટણી વિશે જણાવ્યું હતું. બેઠકમાં…

દિલ્હીમાંથી મિસાઈલ જેવી વસ્તુ મળતા ખળભળાટ

મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી, જે વસ્તુ મળી છે તે એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં મિસાઈલ જેવી વસ્તુ મળી હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. મામલાની ગંભીરતાને જોતાં એનએસજીની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર, જે વસ્તુ મળી છે તે…

કાશ્મીરના ગુલમર્ગમાં 5.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર 129 કિ.મી.ની ઊંડાઇ પર હતું, ભૂકંપને કારણે જાનમાલના નુક્સાનના હાલ કોઇ સમાચાર આવ્યા નથી શ્રીનગરજમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ગુલમર્ગમાં આજે સવારે એટલે કે શનિવારે ભૂકંપના તીવ્ર ઝાટકા લાગ્યા હતા. રિ્ક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે 8.36 કલાકે ભૂકંપ આવ્યો હતો….

વિધવાના મંદિર પ્રવેશ પર રોક સામે મદ્રાસ કોર્ટનું આકરું વલણ

મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને તેને વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ રીતે ઘટાડી ન શકાયઃ કોર્ટ ચેન્નાઈમદ્રાસ હાઈકોર્ટે વિધવા મહિલાઓના પ્રવેશ પર રોક લગાવનારી પ્રથાઓ પર સખત ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારની પ્રથા ન હોઈ શકે. કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે….

કાશ્મીરમાં પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરાયા

પોલીસે રાત્રે દરોડા પાડ્યા અને પીડીપીના ઘણા નેતાઓને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા હોવાનો કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાનનો દાવો જમ્મુજમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. દરમિયાન પીડીપી ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે, તેમની સાથે અન્ય ઘણા…

દ.ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની શક્યતા, ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદની આગાહી

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે, દેશના બાકીના ભાગોમાં વીજળી પડવાની સંભાવના નવી દિલ્હીઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં…

નૂહમાં તંત્રએ 40 ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યું

શહેરમાં બુલડોઝરની સતત કાર્યવાહીના કારણે ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો નૂહહરિયાણાના નૂહમાં હિંસાને કારણે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. આજે અહીં એસએચકેએમ સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે….

નૂહ હિંસા પાછળ મોટો ગેમ પ્લાન છેઃ અનિલ વિજ

હથિયારો ક્યાંથી આવ્યા? આ વાતની અમે ઊંડાણપૂર્વ તપાસ કરીશું, આ બધું એક યોજનાનો ભાગ હોવાનો રાજ્યના ગૃહમંત્રીનો દાવો ચંદિગઢછેલ્લા કેટલાય દિવસથી નૂહ હિંસાની આગમાં તાપી રહ્યું છે. નૂહ હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તેની પાછળ મોટો ગેમ પ્લાન છે. લોકો હાથમાં લાકડીઓ લઈને મંદિરોની બાજુમાં આવેલી ટેકરીઓ…

સગીરા સાથે દુષ્કર્મ બાદ કોલસાની ભઠ્ઠીમાં ફેંકી દીધી, ચારની ધરપકડ

આરોપીઓએ મૃતદેહને ભઠ્ઠીમાં નાખી દીધો હતો, રાતે પછી થેલામાં નાખી તળાવમાં નાખી આવ્યા, પોલીસને તપાસ દરમિયાન બાળકીના અંગો મળી આવ્યા ભીલવાડારાજસ્થાનમાં ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ અને તેને કોલસાની ભઠ્ઠીમાં બાળી નાખવા મામલે પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી એ લોકોએ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે.પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ આદર્શ…

ઈમરાનના મામલે પાકિસ્તાન ભારત મોડેલને ફોલો કરે છેઃ કાર્તિ ચિદમ્બરમ

કોંગ્રેસ સાંસદે આ પ્રતિક્રિયા ઈમરાન ખાનની ધરપકડના અમુક જ મિનિટ બાદ કરી નવી દિલ્હીકોંગ્રેસ સાંસદ કાર્તિ પી.ચિદમ્બરમે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવાયા છે અને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ છે.કાર્તિ પી.ચિદમ્બરમે ટ્વિટ કરી જણાવ્યું કે મુખ્ય વિપક્ષી નેતાને ચૂંટણી લડતા રોકવા માટે પાકિસ્તાન પણ…

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાંથી મંદિર સબંધિત અનેક ચિહ્ન મળ્યા

જીએનએસએસ મશીનની મદદથી થ્રી ડી ઈમેજ તૈયાર કરાઈ, અહીં સ્તંભ અને દીવાલો પર કમલના ફૂલ, પાંદડા તથા મૂર્તિઓના ચિહ્ન મળી આવ્યા નવી દિલ્હીએએસઆઈની ટીમ સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવે કરી રહી છે. શનિવારે મુસ્લિમ પક્ષ દ્વારા સહયોગ કરાયા બાદ મસ્જિદના ભોંયરામાં પણ સરવે હાથ ધરાયો હતો. આ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો…

મિશન – અમે ભારતના બ્રાહ્મણ -ક્ષત્રિયો

2-8-2023 ના રોજ ડુંગરપુર જિલ્લા કલેક્ટરને નારાયણ પંડ્યાની આગેવાની હેઠળ તમામ બિન અનામત સમાજના 101 સભ્યોની વડાપ્રધાનને સંબોધિત હસ્તાક્ષરિત મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું હતું. 59 અનામત બેઠકો પર 1961 પહેલા “બે સભ્ય મતવિસ્તારો”ની બંધારણીય વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ છે. ભારત બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ જ બનાવ્યું છે.

નૂહમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર પોલીસે બૂલડોઝર ચલાવાયું

રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું નૂહહરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ હવે પોલીસે સફાળી જાગી છે અને ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર કબજા અને ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું આ…

યુપીના અમાનુલ્લાપુરનું નામ બદલીને જમુના નગર કરાશે

ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની કેન્દ્રની મંજૂરી નવી દિલ્હીકેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામ સહિત કુલ ચાર ગામોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે અને આ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ઉદયપુર જિલ્લાના કાનોડ તાલુકામાં ખિમવતોં…

ગૌરીકુંડમાં ભારે પૂર- ભૂસ્ખલનથી 19 લોકો ગુમ, બેનાં મોત

ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાઈ ગઈ, આ અકસ્માતમાં 19 લોકોના મોતની આશંકા રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને પગલે 19 લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવ બાદ અન્ય લોકોની શોધ ચાલુ છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડ પાસે…

નાગરિકો વિશેની ડિજિટલ માહિતીના દુરોપયોગ બદલ 250 કરોડના દંડની જોગવાઈ

બિલમાં આંકડાની સારસંભાળ અને પ્રસંસ્કરણ કરતા એકમો માટે જવાબદેહી સાથે લોકોના અધિકારોને સ્પષ્ટ કરાયા નવી દિલ્હીકોઈ પણ એકમ હવે નાગરિકો વિશે ડિજિટલ રીતે સંગ્રહ કરાયેલી જાણકારી કે આંકડાનો દુરુપયોગ કરશે કે પછી તેનું સંગ્રહ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ જોગવાઈ સંસદમાં રજૂ કરાયેલા ડિજિટલ…

આઈઆઈએમ માટેના નવા બિલથી સંસ્થાની સ્વાયત્તા પર ચિંતા

બિલ મુજબ રાષ્ટ્રપતિ આઈઆઈએમના વિઝિટર હશે અને તેમને તેમના કામનું ઓડિટ કરવાનો અધિકાર હશે નવી દિલ્હીમણિપુર મુદ્દે થયેલા હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે 28 જુલાઈના રોજ લોકસભામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ રાષ્ટ્રપતિ આઈઆઈએમના વિઝિટર હશે અને તેમને તેમના કામનું ઓડિટ કરવાનો અધિકાર હશે. આ સિવાય આ બિલમાં…