ઇન્ડિયન આર્મી ક્વિઝ 2023‘Battle of Minds’

Spread the love

નવી દિલ્હી

યુવાનોના જ્ઞાનના સંવર્ધન અને તેમને સશક્ત બનાવવા તરફેના ગતિશીલ પ્રયત્નમાં ભારતીય લશ્કર દ્વારા ગર્વભેર ‘બેટલ ઓફ માઇન્ડઝ’ (Battle of Minds) – ઇન્ડિયન આર્મી ક્વિઝ 2023નું તેના મોહિત કરતા લોગો સાથે દિલ્હી કેન્ટોનમેન્ટમાં માણેકશો સેન્ટર ખાતે આજે અનાવરણ કરવામાં આવ્યુ છે. કારગીલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આ ક્વિઝ સ્પર્ધા જેમણે આ જીત શક્ય બનાવી છે તેમની બહાદૂરી અને હિંમતને હૃદયથી સલામ કરતા ભારતીય લશ્કરી દળોની કારગીલ યુદ્ધમાં વિજયની ઉજવણી કરે છે. આ સીમાચિહ્ન પહેલને નવા જ જાહેર કરાયેલ લોગો દ્વારા અંકિત કરે છે, તેમજ રાષ્ટ્રભરમાં બૌદ્ધિક સંપદાનું અને પ્રેરણાત્મક યુવા દિમાગોનું સંવર્ધન કરવાના લશ્કરની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે. આ ઘટના ફક્ત ભૂતકાળની ઉજવણી કરે છે એટલુ જ નહી પરંતુ આવતીકાલના આગેવાનોને દિશા આપતા યુવાઓમાં આતુરતા અને જ્ઞાનના ઉત્સાહને પ્રજ્વલિત પણ કરે છે.


આ કાર્યક્રમમાં આર્મી સ્ટાફના વાઇસ ચિફ લફ્ટનન્ટ જનરલ એવી સુચિન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ક્વિઝ સ્પર્ધા માટેના લોગોનું AWWના પ્રેસિડન્ટ શ્રીમતી અર્ચના પાંડે, પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ (માનદ કેપ્ટન), યોગેન્દ્ર સિંહ યાદવ (નિવૃત્ત) અને સુબેદાર મેજર સંજય કુમાર પણ ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓના આચાર્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ ભારતના દરેક જિલ્લાઓના પ્રતિનિધિત્વ સાથે દેશની 1.5 લાખ શાળાઓ સુધી પહોંચે છે. તેનો ઉદ્દેશ આશરે 15,000 શાળાઓની નોંધણી કરવાનો છે. આમ, આ સ્પર્ધા રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.5 કરોડ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે તેમ મનાય છે. આ શાળાઓ ત્રણ વત્તા એકની અનામત ટીમ સાથે ભાગ લેશે. સહ-શિક્ષણની ટીમ્સમાં ઓછામાં ઓછી એક મહિલા વિદ્યાર્થી હશે. ભાગ લેનારાઓની વય 10થી 16 વર્ષ (જે મોટે ભાગે ધોરણ છથી લઇને 10 ધોરણના હશે). આ સ્પર્ધા હાઇબ્રિડ સ્વરૂપે એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન સ્પર્ધાના હાઇબ્રિડમાં ભાગ લેશે. પ્રાદેશિક કમાન્ડ સ્તરે પ્રારંભ કરતા, પછી આ સ્પર્ધા ઇન્ટર કમાન્ડ અને અંથે રાષ્ટ્રીય સ્તર સુધી પરિણમશે.
આ સ્પર્ધા બે તબક્કામાં વિભાજિત થશે, જેમાં ભાગ લેનારાઓનું વ્યાપક મુલ્યાંકન થાય છે તેની ખાતરી કરશે. પ્રથમ તબક્કો ઓનલાઈન એલિમિનેશન રાઉન્ડથી શરૂ થશે, જ્યાં વિદ્યાર્થીઓ બૌદ્ધિક રીતે ઉત્તેજક પ્રશ્નોની શ્રેણીનો સામનો કરીને તેમની યોગ્યતા દર્શાવશે. ઓનલાઈન રાઉન્ડમાંથી સફળ દાવેદારો પછી બીજા તબક્કામાં પ્રગતિ કરશે, એટલે કે પ્રાદેશિક કમાન્ડ-સ્તરની ઑફલાઈન સ્પર્ધા ગ્રાન્ડ ફિનાલેમાં પરિણમશે. આ ફોર્મેટ સહભાગીઓના જ્ઞાન અને ક્ષમતાઓના ન્યાયપૂર્ણ અને માંગણીયુક્ત મૂલ્યાંકનની બાંયધરી આપે છે, જે સૌથી વધુ લાયક વિજેતાઓની શોધમાં પરિણમે છે.
સ્પર્ધાના મોડેલિટીની કાર્યવાહી પાંચ મહત્ત્વના ત્ત્વો પર દ્યાન કેન્દ્રિત કરે છે તેમાં નીચેના નામોનો સમાવેશ થાય છે.
સર્વસમાવેશકતા—એવી તમામ શાળાઓ માટે ખુલ્લી છે જ્યાં અંગ્રેજી શિક્ષણનું પ્રાથમિક માધ્યમ છે અને જે શાળાઓમાં અંગ્રેજી બીજી ભાષા છે;
ઇક્વિટી – સંતુલનને પ્રોત્સાહન આપવા માટે દરેક કો-એડ સ્કૂલમાંથી મહિલાની સહભાગીની ખાતરી કરવી;
વાજબી રમત-ગુણવત્તાને સમર્થન, સુલભ ટ્યુટોરિયલ્સ દ્વારા સહાયિત;
મફત નોંધણી અને
આકર્ષક ઈનામો – ખાસ કરીને, શાળાઓ, વિદ્યાર્થીઓ અને તેમની સાથેના શિક્ષકો માટે પુરસ્કારો, જેમાં ટોચની 12 શાળાઓ માટે બસો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 360થી વધુ લેપટોપ સહિત 4 કરોડ રૂપિયાથી વધુના ઈનામો પ્રદાન કરાશે.
ટીચ ઈન્ડિયા દ્વારા એક મજબૂત વિદ્યાર્થી આઉટરીચ પ્રોગ્રામ, જેમાં શિક્ષણશાસ્ત્ર આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, તે ક્વિઝના વ્યાપક સંદેશનો પ્રચાર કરશે. તે બાદમાં રાષ્ટ્રનિર્માણમાં ભારતીય સૈન્યની ભૂમિકા, કારગિલ વિજય અને તેની ભારતીય સેનામાં ચાલી રહેલા પરિવર્તનને પણ પ્રકાશિત કરશે.
આ ક્વિઝ માત્ર વિદ્યાર્થીઓની સામાન્ય જાગૃતિનું પરીક્ષણ કરવાના ખ્યાલથી આગળ વધે છે. આ એક મંચ છે જે સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને નવીનતાના તેમના જ્ઞાન આધારને ચકાસવા માટે વાઇબ્રન્ટ ગ્રાસરૂટ લેવલ પ્રદાન કરે છે. ક્વિઝ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર નિર્માણમાં ભવિષ્યની ભૂમિકા વિશે જાગૃતિ પણ પેદા કરશે.
આ પહેલનો લોગો, નામ અને ટેગલાઈન ભારતીય સૈન્યના આદરણીય વારસા સાથે પડઘો પાડતા, ગહન મહત્વને સમાવવા માટે એકરૂપ થાય છે. લોગોનું નિર્માણ સાઇન આકાર એકતા અને શિસ્તની કાયમી ભાવના જગાડે છે, જ્યારે મેટાલિક બ્રોન્ઝ કલર બોર્ડર સાથેનો બેઝ મરૂન કલર તાકાત અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *