માનવામાં આવે છે કે આ બોટ પ્રવાસીઓને લઈને જુલાઈમાં સેનેગલથી નીકળી હતી
પ્રેયા
આફ્રિકન દેશ કેપ વર્ડે પાસે એક બોટ પલટી જતાં 60થી વધુ લોકોના મોતની આશંકા છે, જ્યારે 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એવું માનવામાં આવે છે કે આ બોટ પ્રવાસીઓને લઈને જુલાઈમાં સેનેગલથી નીકળી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે લગભગ 620 કિમી દૂર આવેલા ટાપુ કેપ વર્ડેમાં એક મહિના પહેલા સેનેગલથી નીકળી હતી જે પલટી જવાથી 60 લોકોના મોત થયાનો અંદાજ છે. સેનેગલના વિદેશ મંત્રાલયે ગઈકાલે મોડી રાત્રે જણાવ્યું હતું કે ગિની-બિસાઉના નાગરિક સહિત 38 લોકોને બોટમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વધુ અહેવાલો અનુસાર આ એક મોટી માછીમારીની બોટ હતી, જેને પિરોગ કહેવાય છે, જે ડૂબી ગઈ હતી. આ બોટ 10 જૂલાઈના રોજ નીકળી હતી અને તેમા અંદાજે 100થી વધુ લોકો સવાર હતા.
કેપ વર્ડેમાં ગરીબી અને યુદ્ધમાંથી ભાગી રહેલા હજારો શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ દર વર્ષે જોખમી મુસાફરી કરવા માટે તેમના જીવનને જોખમમાં મૂકે છે. તેઓ ઘણીવાર સાધારણ બોટ અથવા દાણચોરો દ્વારા પૂરી પાડવામાં આવતી મોટરચાલિત હોડીઓમાં મુસાફરી કરે છે.