ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાનું નિધન

સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા, તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા ભાવનગર ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી વારાણસી ખાતે સ્થાયી થયા હતા. સુનિલ ઓઝાના અચાનક…

ટનલમાં ફાસયેલા મજૂરોને બહાર કાઢવામાં આર્નોલ્ડ ડિક્સની મહત્વની ભૂમિકા

આર્નોલ્ડ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. તેઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ 17 દિવસ સુધી ચાલેલા આ બચાવ અભિયાનની સફળતા આર્નોલ્ડ ડિક્સ વિના અધૂરી છે. ફસાયેલા કામદારોને ટનલમાંથી બહાર લાવનારા નિષ્ણાતોમાં આર્નોલ્ડની મોટી ભૂમિકા હતી. તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં…

સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે

ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી? કેવી રીતે ખામીઓ દૂર કરવી? તેના પર એનઆઈડીએમ દ્વારા સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરાશે નવી દિલ્હી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) ના કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર રતનું કહ્યું હતું કે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ એક્સિડેન્ટ પર દેશ માટે કેસ સ્ટડી તૈયાર કરાશે. ભવિષ્યમાં ટનલ નિર્માણ વખતે આપણે કઈ…

રાજસ્થાન કોંગ્રેસનું ચાર લાખ સરકારી નોકરી આપવાનું વચન

ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે, યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે જયપુરકોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે આ મેનિફેસ્ટો પાર્ટી કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવ્યો હતો જેમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જયપુરના…

ફાર્મા કંપનીના સીએમડી સામેની દુષ્કર્મની ફરિયાદ પોલીસ નોંધતી નથી

27 વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી, અગાઉ સમાધાન માટે પણ દબાણ કરાયાનો આરોપ અમદાવાદફ્લાઈટમાં ખોટી રીતે મહિલાની છેડતીનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં 27 વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે કે રાજ્ય પોલીસ સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીનાં સીએમડી સામે દુષ્કર્મ અને છેડતીનો આરોપ લગાવતી જે ફરિયાદ છે તે…

લાઈફસ્ટાઈલમાં ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી

વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, જો કોઈએ વેક્સિનનો એક ડોઝ લીધો છે તો કોરોનાને કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે નવી દિલ્હીકોવિડ-19 મહામારી બાદ સરકારે લોકોના જીવ બચાવવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું. દેશમાં લોકોને વેક્સિનના 2 અરબથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષની…

મધુપુરાના ડીએમની કારની અડફેટે આવતા ત્રણનાં મોત

એક મજૂર, મહિલા અને તેની 7 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, ઘટના બાદ ડીએમ અને ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયા મધુપુરાબિહારમાં મધુપુરાના ડીએમની કારની અડફેંટે આવતા ત્રણ લોકોનું મોત થયું હતું. જયારે 2 લોકો ગંભીરપણે ઘવાયા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે ડીએમની ગાડી મધેપુરા તરફ જઈ રહી હતી. આ દરમિયાન…

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરો સલામત

આ ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે નવી દિલ્હીઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 41 મજૂરો છેલ્લા 10થી ફસાયેલા છે. અકસ્માતના 9 દિવસ બાદ એટલે કે ગઈકાલે સાંજે 6 ઈંચની નવી પાઈપલાઈન દ્વારા સુરંગની અંદર ફસાયેલા કામદારો માટે ખીચડી, દાળ અને…

ઈઝરાયેલે મુંબઈ પર આતંકી હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કર્યું

આ માહિતી ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસે આપી હતી, ભારત સરકારની કોઈપણ ઔપચારિક વિનંતી વિના સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીઈઝરાયેલે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મુંબઈ આંતકી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા (એલઈટી)ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઈઝરાયેલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મુંબઈ હુમલાને લગભગ 5 દિવસમાં 15 વર્ષ…

ભારતની હારથી વ્યથિત ઓડિશાના એક યુવકે આત્મહત્યા કરી લીધી

રાહુલ એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી, રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી નવી દિલ્હીગત રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ આઈસીસી વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ…

પરાળી સળગાવનારા પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જોઈએઃ સુપ્રીમ

પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી લગભગ 100 એફઆરઆઈ નોંધાઈ છે અને 2 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો હોવાની પંજાબ સરકારના વકીલની રજૂઆત નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ…

બિલને શા માટે ત્રણ વર્ષથી અટકાવી રાખ્યાઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે પૂછ્યું કે શું ગવર્નર વિધાનસભાને બિલ પરત મોકલ્યાં વિના તેને રોકી રાખી શકે છે નવી દિલ્હીવિધાનસભામાંથી બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવે છે અને ત્યાં આ બિલને અટકાવી રાખવામાં આવતાં સુપ્રીમકોર્ટે તમિલનાડુના ગવર્નર અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે આ બિલ 2020થી પેન્ડિંગ છે. છેવટે તમે…

વિશાખાપટ્ટનના ફિશિંગ બંદરમાં આગથી 25 ફિશિંગ બોટ બળીને ખાક

આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ હાર્બરમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદરે પાર્ક કરેલી 25 મેકેનાઈઝ્ડ ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગ રવિવારે મોડી રાત્રે શરૂ…

નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ખરાબ વર્તન કર્યું

લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો નવી દિલ્હી જયપુરથી બેંગલુરુ જતી ફ્લાઇટ 6ઈ556 માં નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી હતી . કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઘણી ચેતવણીઓ હોવા છતાં, પેસેન્જર સામે કાયદેસરની કાર્યવાહી માટે લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ…

પ્રેમ પ્રકરણમાં આરોપી યુવકે ત્રણ જણાને ઠાર કર્યા

આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો લખીસરાય હત્યા કેસ થોડા જ સમયમાં પ્રકાશમાં આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે પાગલ પ્રેમીએ શા માટે આ ભયાનક પગલું ભર્યું. કટ્ટરપંથીઓએ છઠ ઘાટથી પરત ફરી રહેલા આખા પરિવાર પર ગોળીબાર કર્યો, જેના પછી ત્રણ લોકોના મોત થયા. ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ આ…

પરવાનગી વિના બ્રિજના ઉદ્ઘાટન મામલે આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર

લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન  મામલે સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી મુંબઈ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ  એફઆઈઆર મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.  આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર…

રાજસ્થાનમાં સાત ઉમેદવારોને બે-બે પત્ની, સોગંદનામામાં ખુલાસો

કેટલાક એવા ઉમેદવારો પણ છે, જેમને 5થી વધુ સંતાનો છે, ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ દરાંગીને 7 સંતાન છે જેસલમેરરાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો અને પોતાનો દબદબો ઊંચે લઈ જવા તમામ ઉમેદવારો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો દિવસરાત મતદારોને રિઝવવા મથી રહ્યા છે, ત્યારે અહીં એફિડેવીટમાં કેટલીક રોચક વાતો પણ સામે આવી છે. મેવાડ-વાગડની…

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગથી અફરાતફરી

આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે ભોપાલ/રાયપુરમધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર…

પૂજન માટે જતી મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો

પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ, ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો નૂહહરિયાણાના નૂહમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. ગુરુવારે રાત્રે નૂહમાં ‘કુવા પૂજન’ માટે જઈ રહેલી કેટલીક મહિલાઓ પર એક મસ્જિદમાંથી કેટલાક અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે….

છઠ પૂજા માટે અમદાવાદથી 15 ફેસ્ટિવલ ટ્રેન દોડાવાશે

ટ્રેનોની 45 ટ્રીપ ચલાવાઈ રહી છે, પાંચ જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા અમદાવાદહાલ પુરબહારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, ઉપરાંત મુસાફરો પણ પોતાના વતન અને ફરવા જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે, તો બીજીતરફ તહેવારના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોના…