વિદ્યાનગર સ્કૂલના યજનય પાઠકના 290 બોલમાં 54 બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 419 અને નમન દાસના 202 બોલમાં 19 બાઉન્ડ્રી સાથે 233 રન
અમદાવાદ
સુકાની અને વિકેટકીપર યજનય પાઠક (419) અને ઓપનર નમન દાસ (233) વચ્ચે શાળાકીય ક્રિકેટની 641 રનની વિક્રમી ભાગીદારીથી વિદ્યાનગર સ્કૂલે સીબીસીએની એચ.સી. કપાસી અંડર-14ની સ્પર્ધામાં સીટી હાઈસ્કૂલ સામે ત્રણ વિકેટે 806 રનનો જંગી સ્કોર ઊભો કર્યો હતો. શાળાકીય ટૂર્નામેન્ટમાં આ ભાગીદારીનો ઓલ ઈન્ડિયા રેકોર્ડ છે. બીબીપુરાના મેદાન પર 26 ઓક્ટોબરે શરૂ થયેલી બે દિવસીય મેચના પ્રથમ દિવસે નિર્ધારિત 90 ઓવરમાં ટીમે તેની સ્થિતિ ખૂબજ મજબૂત કરી લીધી હતી. યજનય અને નમને પ્રથમ વિકેટની ભાગીદારીમાં કરેલા 641 રન શાળાકીય ક્રિકેટ અંડર-14માં રેકોર્ડ હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાનગર તરફથી વંશ શાહ (63) અને જેનિલ મહેતા (24) એ પણ ટીમના જંગી સ્કોરમાં યોગદાન આપ્યું હતું.