ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓ જ કેનેડા પ્રોસેસ કરી શકશે

Spread the love

2024ની શરૂઆત થશે ત્યારે ભારતીયોની 17,500 જેટલી પેન્ડિંગ વિઝા અરજીઓનો બેકલોગ હશે

ટોરેન્ટો

કેનડાના વિઝા માટે ભારતમાંથી જે અરજીઓ કરવામાં આવી છે તેમાંથી બધી અરજીઓ ચાલુ વર્ષમાં પ્રોસેસ નહીં થાય. કેનેડાએ કહ્યું છે કે વર્ષ 2023માં તે ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓને જ પ્રોસેસ કરી શકશે. ભારતે કેનેડાને પોતાનો ડિપ્લોમેટિક સ્ટાફ ઘટાડવા કહ્યું તેના કારણે વિઝાની કામગીરી પણ ધીમી પડી જશે. હાલમાં કેનેડા પાસે વિઝાની 38,000 અરજીઓ પેન્ડિંગ છે, પરંતુ કેનેડાના ડિપ્લોમેટની સંખ્યા ઓછી થવાના કારણે ચાલુ વર્ષમાં માત્ર 20,000 વિઝા અરજીઓ પ્રોસેસ થવાની શક્યતા છે.
એટલે કે વર્ષ 2024ની શરૂઆત થશે ત્યારે ભારતીયોની 17,500 જેટલી પેન્ડિંગ વિઝા અરજીઓનો બેકલોગ હશે. ભારતની સૂચનાના પગલે કેનેડાએ પોતાના 41 ડિપ્લોમેટને અન્યત્ર ખસેડી લીધા છે. જેના કારણે વિઝાની કામગીરીને અસર થશે. હવે ભારતમાં કેનેડાનો ડિપ્લોમેટિક સ્ટાફ છે તે બહુ જરૂરી કામને જ પ્રાથમિકતા આપશે. તે મોટા ભાગે અર્જન્ટ પ્રોસેસિંગ, વિઝા પ્રિન્ટિંગ, રિસ્ક એસેસમેન્ટ અને વિઝા એપ્લિકેશન સેન્ટર, પેનલ ફિજિશિયન, ઈમિગ્રેશન મેડિકલ એક્ઝામ ક્લિનિક્સ વગેરેની કામગીરી જોશે.
કેનેડાના વિઝાની પ્રોસેસ નોર્મલ થતા હજુ બેથી ત્રણ મહિના લાગવાની શક્યતા છે. એટલે કે વર્ષ 2024ની શરૂઆતમાં પહેલાની જેમ કામગીરી થાય તેવી સંભાવના છે. જે ડિપ્લોમેટિક સ્ટાફને ભારતમાંથી કેનેડા અથવા ફિલિપાઈન્સ ખસેડવામાં આવ્યો છે તે પોતાની કામગીરી શરૂ કરે તેની રાહ જોવાય છે.
કેનેડાએ પોતાના ડિપ્લોમેટને અન્ય દેશોમાં ખસેડ્યા તેના કારણે બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈમાં વિઝા અને ઈન-પર્સન કોન્સ્યુલર સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ સુવિધા હવે માત્ર નવી દિલ્હી ખાતે કેનેડિયન હાઈ કમિશનમાં ઉપલબ્ધ રહેશે.
કેનેડાનો ઈમિગ્રેસશ વિભાગ ચોક્કસ સર્વિસ સ્ટાન્ડર્ડમાં 80 ટકા જેટલી અરજીઓને પ્રોસેસ કરવાનો લક્ષ્ય રાખે છે જેનો આધાર એપ્લિકેશનના પ્રકાર પર રહેલો છે. પરંતુ જ્યારે આ અરજીનો સમયસર નિકાલ ન થાય ત્યારે તેને બેકલોગ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ વિઝાની અરરજી 60 દિવસમાં પ્રોસેસ ન થાય અથવા ફેમિલી ક્લાસ સ્પોન્સરશિપ એપ્લિકેશન 12 મહિનામાં પ્રોસેસ ન થાય ત્યારે તે બેકલોગમાં જાય છે.
એક્સપ્રેસ એન્ટ્રીની અરજીની કામગીરી 6 મહિનાની અંદર ન થાય ત્યારે તેને બેકલોગમાં ગણવામાં આવે છે. કેનેડા સ્થિત ખાલીસ્તાની ત્રાસવાદીની નિજ્જરની હત્યા પછી આખો વિવાદ થયો છે. કેનેડાએ ભારત પર આરોપ મુક્યો છે કે ભારતીય એજન્ટો આ હત્યામાં સામેલ હતા. ભારતે આ આરોપો નકારી કાઢ્યા છે અને કેનેડિયનોને વિઝા આપવા

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *